ખબર

નવસારી નર્સ આપઘાત મામલો: સિનિયર સ્ટાફ જોડે શરીર સંબંધ બાંધવા કરવામાં આવતું હતું દબાણ

બુધવારે મોડી રાતે નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા યુવતીએ 5 પેજની લાંબીલચક સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થાય છે.

Image source

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર. હતભાગી નર્સ મેઘા આચાર્યના લગ્ન દોઢ વર્ષ અગાઉ ધરમપુર રહેતા અંકીત ખંભાતી સાથે થયા હતાં. મેઘાને સિવિલ હોસ્પિટલમાં નોકરી હોવાથી તે માતા સાથે વિજલપોરમાં મુનલાઇટ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101માં ભાડેથી રહેતી હતી. ગુરુવારે સવારના ત્રણ કલાકે મેઘાની માતા સવારે લઘુશંકા માટે ઉઠી ત્યારે પુત્રીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.

Image source

આ બાદ પરિવાર દ્વારા વિજલપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પાંચ પેજની સુસાઇડ નોટમાં સિવિલની હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેણીને ભારે ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ સ્ટાફ નર્સ સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત પણ લખી હતી.

Image source

આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હતું. જેથી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.