સેનાના આ ઓફિસરે પેશ કરી નવી મિસાલ, લગ્નમાં ખર્ચ્યા માત્ર 500 રૂપિયા, સમાજને આપ્યું એક મોટું ઉદાહરણ

આપણા દેશની અંદર લગ્નની પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. લાખો રૂપિયા ખર્ચીને લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે પરંતુ હાલ એક લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં સીટી મેજિસ્ટ્રેટ અને સેનાના ઓફિસરે માત્ર 500 રૂપિયા ખર્ચીને જ લગ્ન કર્યા છે.

આ લગ્ન યોજાયા છે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં. જ્યાં આ દંપતીએ 500 રૂપિયામાં જ લગ્ન કરીને સમાજને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ધાર સીટી મેજિસ્ટ્રેટ અને સેનાના એક મેજરે કોઈપણ જાતના બેન્ડ વાજા વગર અને જાનૈયાઓ વગર માત્ર 500 રૂપિયા ખર્ચ કરીને કોર્ટમાં લગ્ન કરી લીધા છે.

બંને ખુબ જ સારી પોસ્ટ ઉપર હોવા છતાં પણ લોકોને એક સંદેશ આપવા માટે તેમને કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નને ખુબ જ સાદી રીતે કરીને તે માત્ર 500 રૂપિયા ખર્ચીને જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

દુલ્હન શિવાંગી જોશી ધાર સીટી મેજિસ્ટ્રેટ છે અને તેમની સાથે લગ્નના બંધન બંધાનાર તેમનો પતિ અનિકેત ચતુર્વેદી ભારતીય સેનામાં મેજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને ભોપાલના રહેવાસી છે. તેમના લગ્ન બે વર્ષ પહેલા જ નક્કી થયા હતા, પરંતુ કોરોનાના કારણે લગ્ન રોકી દેવામાં આવ્યા હતા.

પરંતુ હવે તેમને ધાર કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને કોર્ટમાં 500 રૂપિયા જમા કરાવીને 12 જુલાઈ સોમવારના રોજ લગ્ન કરી લીધા. લગ્નની અડનાર પરિવારના કેટલાક સદસ્યો, કર્મચારી અને ધાર જિલ્લા કલેકટર આલોક કુમાર સિંહ હાજર રહ્યા હતા. લગ્ન બાદ દંપતીએ જણાવ્યું કે લગ્નની અંદર ફાલતુ ખર્ચ ના ફક્ત છોકરીના પરિવાર ઉપર કરજ વધારે છે પરંતુ પૈસાનો દુરુપયોગ પણ કરે છે.

Niraj Patel