આજથી ભારતના બજારમાં લોન્ચ થઇ આ ફીચર્સથી ભરપૂર શાનદાર કાર, જોતા જ ફિદા થઇ જશો ફિદા….

ધમાકેદાર એન્ટ્રી કરશે આ સસ્તી કાર, ફીચર એકવાર જોશો તો લેવા દોડશો, ખુબ જ સરસ ભાવ છે

આજે કાર મોટાભાગના લોકોની જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગઈ છે. ઘણા લોકો આજે કાર દ્વારા જ સફર કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ભારતીય બજારમાં થોડા થોડા સમયે નવી નવી કાર પણ લોન્ચ થતી હોય છે જેના કારણે ગ્રાહકો પણ એવી અવઢવમાં હોય છે કે કઈ કાર સારી રહેશે અને કઈ કાર વધુ માઈલેજ આપશે. ત્યારે ભારતીય બજારની અંદર આજે એક નવી કાર લોન્ચ થઇ છે જેની ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા.

Citroen India એ તેની બહુપ્રતીક્ષિત કોમ્પેક્ટ SUV Citroen C3ની લોન્ચ તારીખ નક્કી કરી છે. કંપની આ SUVને 20 જુલાઈ એટલે કે આજે દેશમાં લોન્ચ કરશે. Citroen C3 એક કોમ્પેક્ટ SUV છે પરંતુ કંપની તેને ‘હેચબેક વિથ અ ટ્વિસ્ટ’ની પંચલાઇન સાથે પ્રમોટ કરી રહી છે. જણાવી દઇએ કે કંપનીએ તેનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે.

Citroen C3 SUVને દેશના લોકોની પસંદ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. નોંધનીય છે કે Citroen C3 SUVની ટેકનિકલ વિગતો લોન્ચ પહેલા જ સામે આવી છે. આ કાર કોમન મોડ્યુલર પ્લેટફોર્મ (CMP) પર બનાવવામાં આવી છે. આ કાર તમિલનાડુના તિરુવલ્લુરમાં કંપનીની ફેસિલિટી પર બનાવવામાં આવશે. કંપનીએ આ SUVનું 90 ટકા ઉત્પાદન ભારતમાં કરવાનો દાવો કર્યો છે, આ અર્થમાં તેને મેડ ઈન ઈન્ડિયા કાર પણ કહી શકાય.

Citroen C3 SUV મુસાફરો માટે પૂરતી જગ્યા પ્રદાન કરે છે, જે ગતિશીલતા અનુભવ અને આરામને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીએ પાછળની સીટો માટે શ્રેષ્ઠ લેગરૂમ મેળવવાનો દાવો કર્યો છે, જેનાથી લાંબી મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા નહીં થાય. આ કારને 2,540 mmનો વ્હીલબેસ મળશે.

C3ની પેસેન્જર સીટોમાં 653 મીમી લેગરૂમ, 991 મીમી હેડરૂમ અને 1418 મીમી એલ્બો સ્પેસ મળશે. C3માં ટર્નિંગ ત્રિજ્યા 10 મીટર હશે, જે તેને ચલાવનાર વ્યક્તિ માટે સરળ બનાવશે. આ કારની કિંમત 5.5 લાખથી 8.5 લાખ રૂપિયાની વચ્ચે હોવાની આશા છે. ડિઝાઈન અને અન્ય ફીચર્સ જોતા આ SUV ખૂબ જ મજબૂત લાગે છે, કિંમત જાહેર થયા બાદ ગ્રાહકો તેના વિશે વધુ સ્પષ્ટતા કરી શકશે.

Niraj Patel