મનોરંજન

એરપોર્ટ ઉપર સલમાન ખાનને રોકવા વાળા CISF ઓફિસર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, એવી કાર્યવાહી થઇ શકે છે કે

ભાઈજાનને એરપોર્ટ પર રોકીને ID પૂછનાર CISF જવાન સાથે બહુ ખરાબ થયું, જાણીને ધુંવાપુવા થઇ જશો

બોલીવુડના દબંગ એવા સુપર સ્ટાર સલમાન ખાન હાલ તેની “ટાઇગર-3” ફિલ્મને લઈને ચર્ચામાં છે. “ટાઇગર” ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ સલમાન અને કેટરીના કૈફની જોડી નજર આવવાની છે.

આ સિરીઝની બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. ફિલ્મના શૂટિંગ માટે સલમાન હાલમાં જ વિદેશ જવા રવાનો થયો છે. તેની સાથે કેટરીના પણ વિદેશ જવા રવાના થઇ છે. બંનેને બે ચાર દિવસ પહેલા જ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ ઉપર હાજર રહેલા સીઆઈએસએફના જવાને સલમાનને રોકી લીધો અને આઇડેન્ટિટી વેરિફિકેશન કરાવવા માટે કહ્યું હતું. સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા આ ઘટનાનો વિડ્યો પણ શેર કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો હતો.

આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો સુરક્ષાકર્મીના સચેત રહેવાની પ્રસંશા પણ કરી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે જ  મીડિયા દ્વારા ખબર આવી હતી કે સીઆઈએસએફ જવાન સોમનથ મોહંતીનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આમ એટલા માટે કરવામાં આવ્યું છે કે કારણ કે સોમનાથ આ મુદ્દા ઉપર મીડિયા સાથે વાત ના કરી શક્યો.

મીડિયા રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે એક અધિકારીએ આ સંબંધમાં કહ્યું છે કે સલમાન ખાનને એરપોર્ટ ઉપર સોમનાથ મોહંતીએ મીડિયા સાથે વાત કરી હતી. CISFએ સલમાનને એરપોર્ટ પર અટકાવનારા ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સોમનાથ મહંતીનો ફોન જપ્ત કરી લીધો છે. વાયરલ ખબર અનુસાર સોમનાથ મહંતીએ સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યો પછી મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી.

વાતચીત કરવી એ પ્રોટોકોલનો ભંગ છે. તે કોઈપણ મીડિયા સાથે વાત ના કરે તે માટે જ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સોમનાથ મોહંતી ઓરિસ્સાના નયાગઢ જિલ્લાના રહેવાસી છે. ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ભાઈજાન એરપોર્ટ આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ફેન્સ આગળ પાછળ લટ્ટુ થઈને ફરે છે.

પછી ભાઈજાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે. જોકે, અહીંયા CISFના જવાને દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે જેવો આ વિડીયો વાયલર થયો ત્યાં તો યુઝર્સે CISFના જવાનની પેટ ભરીને પ્રશંસા કરી હતી. એક યુઝર્સે કહ્યું હતું કે તે ભાઇજાનનો ચાહક નથી,

પરંતુ તેને સૌથી સારી વાત એ લાગી જ્યારે CISF સબ ઇન્સ્પેક્ટરે સલમાનને અટરાવ્યો. આ આપણા જવાનને સેલ્યુટ, તેણે પોતાની ડ્યૂટી બજવી. અન્ય એક ચાહકે કહ્યું હતું કે સેલ્યુટ CISF અધિકારીને. તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે CISF જવાને વેરિફિકેશન વગર સલમાનને અંદર જવા દીધો નહીં. આપણાં જવાનને બહુ જ બધો પ્રેમ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મીડિયા રિપોર્ટ દ્વારા અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોટોકોલનું ઉલ્લઘન છે. સોમનથ મોહંતી હવે આગળ કોઈ મીડિયા હાઉસ સાથે વાત ના કરે જેના કારણે તેમનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.

પરંતુ હવે આ મામલામાં સાચી હકીકત સામે આવી છે અને CISFની તરફથી એક ન્યુઝ પોર્ટલની ખબરના કંટેટ ઉપર આપત્તિ વ્યક્ત કરતા ટ્વીટ કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે, “આ ટ્વીટમાં જણાવેલું કન્ટેન્ટ ખોટું છે અને તેમાં કોઈપણ હકીકત નથી. હકીકતમાં મામલાથી જોડાયેલા અધિકારીને કર્તવ્યના નિર્વહનમાં પ્રોફેશનલ વલણ રાખવા માટે ઉપયુક્ત રૂપથી પુરસ્કૃત કરવામાં આવ્યો છે. સીઆઈએસએફ દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે જયારે સલમાન ટાઇગર 3નું શૂટિંગ કરવા માટે વિદેશ જવા રવાનો થયો ત્યારે સોમનાથે તેને એરપોર્ટ ઉપર ઉભો રાખ્યો હતો અને તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા.

યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે હા તો બરાબર કર્યું છે. આપડા જવાને, Star hoy to ana ghare rules badha mate sarkha હોય, Apra desma soldier thi vadhare nasedi bollywod na loko ne protection apva ma ave chee aa kadvu chee pan satya chee 😠😠