“એંટીબોડી કોકટેલ” દવા થઇ ભારતમાં થઇ લોન્ચ, 1 ડોઝની કિંમત જાણીને માથુ ચકરાઇ જશે

સ્વિટ્ઝરલેંડની ડ્રગ કંપની રોશે અને સિપ્લાએ સોમવારના દિવસે “એંટીબોડી કોકટેલ” દવા લોન્ચ કરી દીધી છે. “એંટીબોડી કોકટેલ” દવા વિશે ઇંડિયા ટુડે સાથે વાત કરતા મેદાંતા હોસ્પિટલના ફાઉન્ડર ડોક્ટર નરેશ ત્રેહાને જણાવ્યુ કે, “એંટીબોડી કોકટેલ” દવાથી 70 ટકા હોસ્પિટલાઇઝેશન બચી જાય છે. તેમણે જણાવ્યુ કે, આ દવાને કેટલાક મામલે બાળકોને પણ આપવામાં આવી શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કોરોના મહામારીની ઝડપ વચ્ચે “એંટીબોડી કોકટેલ” દવા દેશમાં લોન્ચ થઇ ગઇ છે. કંપનીએ જણાવ્યુ કે, “એંટીબોડી કોકટેલ” નો પહેલો બેચ મળવાનો શરૂ થઇ ગયો છે અને બીજો જૂન પછી ઉપલબ્ધ થશે. કંપનીએ સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યુ છે કે, એક દર્દીને આપવામાં આવતી આ દવાનો એક ડોઝ 59,750 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, “એંટીબોડી કોકટેલ”ને કોરોનાથી પીડિત પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. તેના ઉપયોગની અમેરિકામાં પણ અનુમતિ છે. ભારત સરકારે તેના આપાતકાલિન ઉપયોગ માટે અનુમતિ આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, આનાથી કોરોના પોઝિટિવ આવ્યાના 48થી72 કલાકની અંદર લઇ શકાય છે. તેને લેવામાં 20થી30 મિનિટ લાગે છે. તે બાદ એક કલાક સુધી દર્દીને દેખરેખમાં રાખવામાં આવે છે એવું જોવા માટે કે કોઇ રિએક્શન તો આવ્યુ નથી ને. બાળકોને પણ આ દવા આપી શકાય છે પરંતુ તેમનું વજન ઓછામાં ઓછુ 40 કિલો હોવુ જોઇએ.

Shah Jina