BREAKING: વધુ એક દિગ્ગજનું નિધન ! મશહૂર ટીવી શો CIDના પ્રોડ્યુસરનું નિધન, ACP પ્રદ્યુમને વ્યક્ત કર્યો શોક

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું તાજેતરમાં નિધન થયું હતુ. સતીશ કૌશિકના નિધનના સમાચારથી ચાહકો હજુ પણ આઘાતમાં છે. ત્યારે હવે વધુ એક દુખદ ખબર ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી છે.

સોની ટીવીની પ્રખ્યાત ટીવી સિરિયલ CIDના નિર્માતા પ્રદીપ ઉપ્પૂરનું નિધન થયું છે. ટીવી સિરિયલો સિવાય પ્રદીપ ઉપ્પુરે નિર્માતા તરીકે ઘણી ફિલ્મો બનાવી. પ્રદીપ ઉપ્પુરના નિધનની માહિતી CIDના ACP પ્રદ્યુમન એટલે કે દિગ્ગજ અભિનેતા શિવાજી સાટમે આપી હતી.

આ સાથે જ તેમણે પ્રદીપ ઉપ્પુરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોમવારે શિવાજી સાટમે ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં શિવાજીએ CED નિર્માતા પ્રદીપ ઉપ્પુરના નિધનની જાણકારી આપી. આ ટ્વીટમાં શિવાજી સાટમે પ્રદીપ ઉપ્પુરની તસવીર શેર કરી અને લખ્યું કે- ‘CIDનો સ્તંભ અને તેના નિર્માતા પ્રદીપ ઉપ્પુર, હંમેશા હસતા મિત્ર, પ્રામાણિક અને સ્પષ્ટ, દિલથી સ્પષ્ટ અને ઉદાર, મારા જીવનનો એક લાંબો અને ગૌરવપૂર્ણ અધ્યાય.

તમારી વિદાય સાથે અંત આવ્યો.’લવ યુ એન્ડ મિસ યુ ફ્રેન્ડ.’ આ રીતે પ્રદીપ ઉપ્પુરના નિધનના સમાચાર આપતા શિવાજી સાટમે શોક વ્યક્ત કર્યો છે. શિવાજીના ટ્વીટ પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે પ્રદીપ ઉપ્પૂરના નિધનના સમાચારથી શિવાજી સાટમનું હૃદય ચોક્કસપણે તૂટી ગયું હતું. તેમની સારવાર સિંગાપોરમાં ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.

CID ઉપરાંત, પ્રદીપ ઉપ્પુરે અર્ધ સત્ય અને ફિલ્મ નેલ પોલિશમાં નિર્માતા તરીકે તેમની ભાગીદારી આપી હતી. તમને જણાવી દઈએ કે પ્રદીપની છેલ્લી ફિલ્મ ‘નેલ પોલિશ’ હતી જે બે વર્ષ પહેલા OTT પ્લેટફોર્મ G5 પર સ્ટ્રીમ થઈ હતી. તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતા. તેમણે ટીવીના ઘણા ઓફ બીટ શોનું નિર્માણ કર્યું છે. આહત, CID ઉપરાંત, તેમણે સુપકોપ્સ વર્સેસ સુપરવિલેન્સથી લઈને સતરંગી સસુરાલ સુધીની ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને આ સાથે જ ફિલ્મો પણ બનાવી.

Shah Jina