ખબર

છેલ્લા 76 વર્ષથી અન્ન-પાણી લેતા ન હતા એ ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યાં, જાણો વિગત

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ 26 મે મંગળવારે બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ 26 મે, મંગળવાર અને આવતીકાલ તારીખ 27 બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ 28 મે ગુરુવાર ના રોજ સવારે 8 આસપાસ સમાધી આપવામાં આવશે.

ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઇ જાનીએ ચરાડા ખાતે મધ્યરાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન છે.

પૂજ્ય જય અંબે ચૂંદડીવાળા માતાજીના નિધનથી સમગ્ર બ્રહ્મસમાજ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. દિવ્યાત્માના અવસાનને શ્રધ્ધાંજલિ આપવા અમારી પાસે શબ્દો નથી. લાગણી વ્યક્ત કરવા શબ્દકોશ નાનો પડે છે, આ દુઃખ ની ઘડીઓમાં આપણે સૌ સાથે મળીને દિવ્યાત્માના ચરણકમળ માં મસ્તક નમાવી કોટિ કોટિ વંદન કરીએ છીએ.

।ઓમ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચે ।। ”માતાજીને પ્રસન્ન કરવાનો આ મુખ્ય મંત્ર છે અને આ મંત્રને નવાર્ણ મંત્ર પણ કહેવાય છે. મંત્રના નિરંતર જાપથી અજપાાજાપની સ્થિતિ આવી જાય છે. શુદ્ધવૃત્તિથી થયેલા આ મંત્રજાપનું ફળ માતાજી અવશ્ય આપે છે.”

આ શબ્દ ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઇ જાનીના છે. પ્રહલાદભાઇ જાની-માતાજી છેલ્લા સાડા સાત દાયકાથી માત્ર હવાના આધારે ધબકે છે. અનાજ-પાણી લેતા નથી. તબીબી પરીક્ષણોમાંથી પણ પસાર થઇ ચુકયા છે. ડોક્ટરો પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને તારણ આપ્યું હતું કે, ન સમજાય તેવું કંઇક તત્વ ‘માતાજી’માં સક્રિય છે.

એક સત્સંગમાં માતાજીએ જણાવ્યું હતું કે અંબાજીની અપાર કૃપા છે, અનાજ-પાણી વગર શરીર સામાન્ય રીતે ધબકે છે આ જોઈને વિજ્ઞાન પણ ચોંકી ઉઠેલું. તેના પરીક્ષણોમાંથી પણ માતાજીએ  પાર કરી દીધા છે. માતાજી કહે છે કે, ખેચરી મુદ્રા સિધ્ધ કરવાથી આયુષ્ય લંબાય છે. હું 1000 વર્ષ જીવી શકું છું.

ભારતના ભવિષ્ય અંગે માતાજીએ કહેલું હતું કે મોદી ફરીથી વડાપ્રધાન બનશે. તેઓ દૈવી ઉપાસક છે, સંતોના આશીર્વાદ તેમના પર છે. ભારતમાં પાણીની અછત-ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો પણ આવી શકે છે. કળિયુગના પ્રભાવથી સદ્દવૃત્તિ પરેશાન છે. વર્લ્ડ વૉર પણ સંભવ બને તેમ છે. પ્રહલાદભાઇ જાની-માતાજી મૂળ માણસા તાલુકાના ચરડા ગામના છે.

ચૂંદડીવાળા માતાજી એક ચમત્કારનો જ ભાગ કહી શકાય છે કારણકે વૈજ્ઞાનિકો પણ કોયડો ઉકેલી નથી શક્ય. તેઓ કઇ રીતે ભુખ્યા રહે છે તેનું રહસ્ય કોઈને નથી ખબર. પ્રહલાદભાઇ જાનીએ ગયા વર્ષે જન્મ દિવસની ઉજવણી કરી હતી અને અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા પ્રહલાદભાઇ જાની ભલે અન્ન જળ નો પણ તેમના જન્મ દિવસે હજારો ભક્તોને ભંડારો કરીને ભોજન કરાવ્યું હતું.