ખબર

‘માતાજી’ના અંતિમ દર્શન…એમનામાં એક દિવ્ય શક્તિ હતી, પાર્થિવ દેહના અંતિમ દર્શન કરો ક્લિક કરીને

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી તારીખ 26 મે મંગળવારે બ્રહ્મલીન થયા છે. એમનો પાર્થિવ દેહ તારીખ 26 મે, મંગળવાર અને 27 બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવામાં આવ્યો છે. તારીખ 28 મે ગુરુવાર ના રોજ સવારે 8 આસપાસ સમાધી આપવામાં આવશે. ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઇ જાનીએ ચરાડા ખાતે મધ્યરાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન છે.

વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.

ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. છેલ્લા 76 વર્ષથી તેઓ અન્ન-પાણી લેતા નહોતા. ગુજરાતમાં 86 વર્ષના પૂજ્ય પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી ફક્ત હવા લઈને જીવતા હતા અને પાણી પણ પીધું નથી. ગુજરાતમાં 86 વર્ષના પૂજ્ય પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી ફક્ત હવા લઈને જીવતા હતા અને પાણી પણ પીધું નથી.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજી તરીકે જાણીતા પ્રહલાદભાઈ જાની દેવલોક પામ્યા છે. તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

એક સત્સંગમાં માતાજીએ જણાવ્યું હતું કે અંબાજીની અપાર કૃપા છે, અનાજ-પાણી વગર શરીર સામાન્ય રીતે ધબકે છે આ જોઈને વિજ્ઞાન પણ ચોંકી ઉઠેલું. તેના પરીક્ષણોમાંથી પણ માતાજીએ  પાર કરી દીધા છે. માતાજી કહે છે કે, ખેચરી મુદ્રા સિધ્ધ કરવાથી આયુષ્ય લંબાય છે. હું 1000 વર્ષ જીવી શકું છું.

ભારતના ભવિષ્ય અંગે માતાજીએ કહેલું હતું કે મોદી ફરીથી વડાપ્રધાન બનશે. તેઓ દૈવી ઉપાસક છે, સંતોના આશીર્વાદ તેમના પર છે. ભારતમાં પાણીની અછત-ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો પણ આવી શકે છે. કળિયુગના પ્રભાવથી સદ્દવૃત્તિ પરેશાન છે. વર્લ્ડ વૉર પણ સંભવ બને તેમ છે. પ્રહલાદભાઇ જાની-માતાજી મૂળ માણસા તાલુકાના ચરડા ગામના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.