કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ આ ચમત્કારિક “ચુડેલ ફઈ બા”ના મંદિરમાં, જાણો તેનો ઇતિહાસ અને રહસ્ય

આપણ દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો વિશે આજ સુધી જાણી શક્યા અને નથી અને તેમને પણ આ મંદિરોના ચમત્કાર સામે નમસ્કાર કરવા પડ્યા છે.

આજે અમે તમને એક એવા જ મંદિરના ચમત્કારિક ઇતિહાસ વિશે જણાવીશું, જ્યાં કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરને “ચુડેલ ફઈ બા”ના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર આવેલું છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝાંપા ગામે. જે સાણંદથી 35 કિલોમીટર દૂર છે. આ મંદિરમાં લગ્ન કરવા માટે ઈચ્છા રાખતા લોકો દર્શન કરવા માટે જાય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થયા હોવાના દાખલાઓ મળે છે.

આ મંદિરનો જો ઇતિહાસ જોઈએ તો એવું કહેવામાં આવે છે કે આ મંદિરની આસપાસની જગ્યાએ આજથી 20 વર્ષ પહેલા કોઈ જવા માટે પણ તૈયાર નહોતું. એવું કહેવામાં આવતું કે ત્યાં કોઈ ચુડેલ ડરાવે છે.  જેના કારણે ધોળા દિવસે પણ લોકો ત્યાં જવાથી ડરતા હતા.

એક દિવસ ઝાંપા ગામના જ એક વ્યક્તિ આત્મારામભાઈએ એ ચુડેલને જોઈ. અને તેનાથી ડર્યા વગર જ તેની સામે જઈને ઊભા રહ્યા. ચુડેલને જોઈને અને તેનું સ્વરૂપ જોઈને તેમને તેને પોતાની બહેન બનાવી લીધી.

બહેન બનાવ્યા બાદ ચુડેલે ગામમાં કોઈને ના ડરાવવાનું જણાવ્યું અને આત્મારામભાઈએ પોતાના ખેતરની બાજુમાં જ તે ચુડેલનું મંદિર બનાવી દીધું. આત્મારામે ચુડેલને પોતાની બહેન બનાવી હોવાના કારણે ગામ લોકો પણ તેને “ચુડેલ ફઈ” તરીકે જ ઓળખવા લાગ્યા. અને તે મંદિર પણ ચુડેલ ફઈ બા” મંદિર તરીકે જ ઓળખાવવા લાગ્યું.

આ મંદિરમાં લોકો ખાસ રવિવારે અને મંગળવારે દર્શન કરવા માટે આવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે બાધાઓ પણ રાખતા હોય છે. ચુડેલ ફઈ બા તેમની મનોકામનાઓને પણ પૂર્ણ કરે છે. તેના ઘણા ઉદાહરણો પણ મળે છે. ગામના એક વ્યક્તિના જણાવ્યા અનુસાર આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીવો પ્રગટે છે. તેમજ એક નાનું મંદિર છે. જે લોકોની મનોકામના પૂર્ણ થઇ જાય છે તે આ મંદિરમાં આવીને ફોટો, સાડી અને શણગારનો સામાન ચઢાવે છે.

દૂર દૂરથી આ મંદિરમાં જે લોકોના લગ્ન ના થતા હોય તે લોકો આવે છે. આ ઉપરાંત જે સ્ત્રીઓને બાળકના થતું હોય તે પણ આ મંદિરમાં આવી અને માનતા રાખે છે. માનતા પૂર્ણ થવા ઉપર તેઓ પણ મંદિરમાં આવી અને ફોટો, સાડી અને શણગાર માતાજીને અર્પણ કરે છે.

આ મંદિર વિશેની એક એવી માન્યતા પણ છે કે મંદિરમાં ચઢાવવામાં આવેલી સાડીને કોઈ પોતાના ઘરે લઈ નથી જઈ શકતું. જો કોઈ વ્યક્તિ સાડી લઇ જાય તો સાંજ સુધીમાં તેને મંદિરે પરત મુકવા પણ આવવું પડે છે.

Niraj Patel