સજી ધજીને ગર્ભવતી કરીના બેગમે ક્રિસમસ પાર્ટીમાં જમાવટ કરી, જુઓ તસવીરો
બોલીવુડની બેબો તરીકે જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તો પોતાની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે, પરંતુ ક્રિસમસના ખાસ તહેવાર નિમિત્તે કરીના અને સૈફ અલી ખાને એક પાર્ટીનું આયોજન કર્યું હતી. આ પાર્ટીની અંદર બોલીવુડના સિતારાઓ પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
કરીના અને સૈફ દ્વારા આયોજિત પાર્ટીમાં પરિવારના સભ્યો સાથે કેટલાક નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ પ્રસંગમાં સૈફની બહેન સોહા અલી ખાન તેનો પતિ કૃણાલ ખેમુ, કરીનાની બહેન કરિશ્મા, કરિશ્માની દીકરી સમાયરા અને સૈફનો દીકરો ઇબ્રાહિમ પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram
ક્રિસમસ નિમિત્તે યોજાયેલી ખાસ પાર્ટીની અંદર સૈફનાં મિત્રો અને બિઝનેસમેન અદર પુનાવાલા અને નતાશા પુનાવાલા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સૈફ અને કરીનાના બીજા મિત્રો પણ આ પાર્ટીની શાન બન્યા હતા.
View this post on Instagram
કરીના અને સૈફની આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં કરીના કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલા વીડિયો અને તસ્વીરોમાં કરીના બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ બ્લેક રંગના આઉટફિટમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. જયારે સોહા અલી ખાન આ પાર્ટીમાં રેડ આઉટફિટમાં નજર આવી રહી છે. તો સૈફ અલી ખાને કાળા રંગનું શર્ટ પહેર્યું હતું અને કૃણાલ અને ઈબ્રાહીમ બંને સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પાર્ટી સાથે જોડાયેલી કેટલીક તસવીરો પોતાની સ્ટોરીમાં શેર કરી છે. જેમાં કરિશ્મા કપૂર અને સોહા સાથે તે પોઝ આપતી જોવા મળી રહી છે. ક્રિસમસ પાર્ટીનો એક વીડિયો પણ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં સૈફ અલી ખાન જમવાની પ્લેટમાં પોતાના હાથે સેલેડ ભેળવી રહ્યો છે. ડિનર ટેબલની ઘણી તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.