ખબર મનોરંજન

અમિતાભ બચ્ચને સમગ્ર પરિવાર સાથે ઉજવ્યો ક્રિસમસનો તહેવાર, નવ્યા નવેલી નંદાએ શેર કરી શાનદાર તસવીરો

આજે ક્રિસમસનો તહેવાર છે પરંતુ તેની ઉજવણી તો રાતથી જ શરૂ થઇ ચુકી છે, ત્યારે બોલીવુડના સેલેબ પણ આ તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. આ  દરમિયાન જ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ આ તહેવારની શાનદાર ઉજવણી કરી હતી. જેની તસવીરો પણ તેમની નાતિન નવ્યાએ પોસ્ટ કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. નવ્યાએ શેર કરેલી તસ્વીરોમાં આખો બચ્ચન પરિવાર  દેખાઈ રહ્યો છે. સાથે જ તેને એક ક્રિસમસ ટ્રીની તસ્વીર પણ શેર કરી છે.

Image Source (Instagram: Navya Naveli Nanda)

બીજી એક તસ્વીરમાં નવ્યા તેના નાની જયા બચ્ચન સાથે દેખાઈ રહી છે. જેમાં તેને હાથમાં બલૂન રાખ્યા છે. અને ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source (Instagram: Navya Naveli Nanda)

તો બીજી એક તસ્વીરમાં તે તેના ભાઈ સાથે જોવા મળી રહી છે. તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે બચ્ચન પરિવાર કોઈ હોટેલમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યો છે.

Image Source (Instagram: Navya Naveli Nanda)

તો અન્ય એક તસ્વીરમાં આખો બચ્ચન પરિવાર જોવા મળે છે. જેમાં નવ્યા સાથે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા, અમિતાભની દીકરી શ્વેતા, શ્વેતાની ભાભી નિત્યા નંદા અને દીકરો અગત્સ્ય નંદા પણ જોવા મળી રહ્યા છે.