લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આવામાં કોલ્ડપ્લેના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિનનો વીડિયો અને તસવીરો વાયરલ થઈ છે. કોન્સર્ટ માટે અમદાવાદ આવેલા કોન્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિને અડધી રાત્રે શહેરની મુલાકાત લીધી હતી.
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ થાય તે પહેલા કંઈક અનોખું જોવા મળ્યું હતું. દુનિયાભરના ફેન્સ જેની એક જલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન 24 જાન્યુઆરી શુક્રવારની મોડીરાત્રે અમદાવાદની ગલિયોમાં ટુ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યુરિટી વગર ક્રિસ માર્ટિનએ ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતી.
જે કોન્સર્ટ માટે સંગીતરસિકો ઘેલા બન્યા છે. જેના કોન્સર્ટ માટે દેશભરમાંથી સંગીતપ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે, તે ક્રિસ માર્ટિન મોડી રાત્રે મોપેડ પર બિલકુલ સામાન્ય વ્યક્તિને જેમ અમદાવાદ શહેર ફરતો જોવા મળ્યો હતો. અડધી રાત્રે અમદાવાદની ગલીઓમાં એક્ટિવા પર સવારી કરી હતી. એક્ટિવા પર સવારી કરી અમદાવાદના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, અહેવાલો પ્રમાણે ક્રિસ માર્ટિનની નેટવર્થ 160 મિલિયન ડોલર એટલે કે લગભગ 1378 કરોડ રૂપિયા છે.
View this post on Instagram