‘યુનિવર્સલ બોસ’ ક્રિસ ગેલે અધવચ્ચે જ IPL છોડવાની જાહેરાત કરતા ફેન્સ નિરાશ

પંજાબ કિંગ્સ (PBKS) ના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ હવે IPL 2021 ની બાકીની મેચોમાં ટીમનો ભાગ રહેશે નહીં. આ કેરેબિયન બેટ્સમેને બાયો-બબલ થાકનું કારણ આપીને IPL બબલ છોડી દીધો છે. ગેલ આઈપીએલના બીજા તબક્કામાં પંજાબ તરફથી બે મેચમાં રમ્યો હતો.

હવે તે આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ માટે પોતાને ફ્રેસ રાખવા માંગે છે. નોંધપાત્ર બાબત એ છે કે, કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં ભાગ લીધા બાદ ગેઈલ IPL માટે સીધો દુબઈ ગયો હતો. પંજાબ કિંગ્સે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

ગેલે પંજાબ કિંગ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું, ‘હું છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) બબલ, કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) બબલ અને પછી IPL બબલનો ભાગ રહ્યો છું. હું માનસિક રીતે રિચાર્જ અને રિફ્રેશ થવા માંગુ છું.

42 વર્ષીય ગેલે આગળ કહ્યું, હું ટી 20 વર્લ્ડ કપમાં ફરી વેસ્ટ ઈન્ડિઝને મદદ કરવા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છુ અને દુબઈમાં વિરામ લેવા છું. મને સમય આપવા બદલ પંજાબ કિંગ્સનો આભાર. મારી શુભેચ્છાઓ અને આશાઓ હંમેશા ટીમ સાથે છે. આગામી મેચો માટે ઓલ ધ બેસ્ટ.

પંજાબ કિંગ્સના મુખ્ય કોચ અનિલ કુંબલેએ ગેલના નિર્ણયનું સન્માન કર્યું છે. કુંબલેએ કહ્યું કે, ‘હું ક્રિસ સામે રમ્યો છું અને પંજાબ કિંગ્સમાં તેને કોચિંગ આપી છે. હું તેને ઘણા વર્ષોથી ઓળખું છું કે તે હંમેશા સંપૂર્ણ વ્યાવસાયિક રહ્યો છે અને એક ટીમ તરીકે અમે તેના નિર્ણયનો આદર કરીએ છીએ. તે પોતાની જાતને ટી 20 વર્લ્ડ કપ માટે તૈયાર કરવા માંગે છે.

ટીમના સીઈઓ સતીશ મેનને કહ્યું, ક્રિસ એક દિગ્ગજ છે જેણે ટી 20 ક્રિકેટની રમત બદલી નાખી છે અને અમે તેના નિર્ણય સાથે છીએ. તે પંજાબ કિંગ્સ પરિવારનો એક ભાગ છે, અને તેની હાજરીને હંમેશા યાદ કરવામાં આવશે. અમે તેને સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને તેને સફળતાની પ્રાર્થના કરીએ છીએ. ગેઈલ ટી 20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં જોડાય તે પહેલા દુબઈમાં રહેવાની શક્યતા છે

YC