BREAKING: પેપર લીક કાંડમાં ભાસ્કર અને રિદ્ધિની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

આજે સવારે આપણા ગુજરાતમાં ફરી એક વખત પેપર ફૂટતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આવું પહેલી વખત પેપર ફૂટ્યું નથી. 2014માં GPSCના ચીફ ઓફિસરથી લઈને તલાટી, ટેટ અને હેડ ક્લાર્ક સહિતની પરીક્ષાઓના મળી 13 પેપર લીક થયા છે. હવે ફરી સવારે પેપર ફૂટતા માસુમ વિદ્યાર્થીઓને માત્ર નિરાશા જ હાથ લાગી છે.

પેપરલીક મેટરમાં આજે વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌથી પહેલા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની એટીએસએ ધરપકડ કરી છે.

કહેવાય છે કે તેઓએ સાતથી દસ લાખ રુપિયામાં પેપરનો સોદો કરતા હોવાનો ખુલાસો થયો છે. આ મેટરને લીધે પરીક્ષા આપનાર ઉમેદવારો સહિત તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સીલ કરેલા કોચિંગ સેન્ટરની અંદર અનેક પરીક્ષાર્થીઓના આધાર, પાન અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.

કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસના ડાયરેક્ટર રિધ્ધિ ચૌધરી અને ભાસ્કર ચૌધરી છે. આ બંને લવ મેરેજ કરેલા છે અને છેલ્લા 4 વર્ષથી આ ક્લાસ ચલાવે છે. બંને ડાયરેક્ટરો મૂળ બિહારના વતની હોવાની માહિતી સામે આવી છે.પેપર લીક કરવામાં ભાસ્કર ચૌધરીની મુખ્ય ભૂમિકા હોઈ શકે કે નહિ એવી હાલ સત્તાવાર કોઈ માહિતી નથી.

તમને જણાવી દઈએ કે આ લીક મામલે વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટરમાં ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ATS એ અમુક લોકોની ધરપકડ કરી હતી એના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. 15 જેટલાં લોકોને ATSલઈ જઈ રહી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રે 2.21 વાગ્યાની આસપાસ એટીએસ આરોપીઓને લઈને રવાના થઈ હતી. શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર ભાસ્કર ચૌધરી સહિત 15 જેટલાં લોકોની એટીએસે ધરપડ કરી હતી. આશરે 15 લોકોની કરેલી ધરપકડમાંથી 12 લોકોની સંડોવણી હોવાનો પણ ખુલાસો થયો છે.

YC