સલમાન અને શાહરુખને પણ પાછળ છોડી દીધા છે આ છોટુ દાદાએ, ફક્ત પાણીપુરી વેચીને જ કરી નાખ્યો છે અરબોનો ખેલ… જુઓ વીડિયો

“હાઈટ કમ પણ ફાઇટ જ્યાદા” અરબો લોકો જુએ છે છોટુ દાદાના કોમેડી વીડિયો, સેલેબ્રિટીઓ પણ કરે છે પસંદ.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા આજે ઘણા લોકોની  આવકનું સાધન બની ગયું છે. ઘણા એવા કન્ટેન્ટ ક્રિએટરો છે જે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને લાખો રૂપિયાની કમાણી પણ કરતા હોય છે. બોલીવુડના ઘણા કલાકારોના વીડિયોને પણ લાખો કરોડો વ્યૂઝ આવતા હોય છે. પરંતુ એક કલાકાર એવો પણ છે જેના વીડીયો પર અરબો વ્યૂઝ આવે છે.

આ કલાકારે તો સલમાન શાહરુખ જેવા કલાકારોને પણ પાછળ રાખી દીધા. આ કલાકારનું નામ છે છોટુ દાદા. હાલમાં યુટ્યુબર શફીક નટિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોનું નામ છે ‘છોટુ કે ગોલગપ્પે’. આ કોમેડી વીડિયોમાં લોકો પાણીપુરી ખાતા અને કોમેડી કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં શફીક નાટિયા લીડમાં છે. જો કે આ વીડિયોને યુટ્યુબ પર શેર કર્યાને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકો તેને આજે પણ પસંદ કરે છે. આ જ કારણ છે કે ‘છોટુ કે ગોલગપ્પા’ના વીડિયોને કુલ 1,696,598,521 વ્યૂઝ મળ્યા છે. બીજી તરફ લાઈક્સની વાત કરીએ તો ‘છોટુ કે ગોલગપ્પા’ના વીડિયોને 60 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

હવે ફરી એકવાર આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. YouTuber શફીક નટિયા સોશિયલ મીડિયા પર છોટુ દાદાના નામથી પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. ચાહકો છોટુ દાદાના વીડિયોને ખૂબ પસંદ કરે છે. તેના અભિનય અને વિડીયો પર કોમેન્ટ અને વખાણ પણ કરે છે.

Niraj Patel