બીજાના બૈરાની પોસ્ટ મુકતા પહેલા સાવધાન, ચોટીલામાં આ ભાઈની જાહેરમાં હત્યા થઇ ગઈ

આ ભાઈએ એવું તો બીજાના બૈરાં વિશે શું પોસ્ટ કરી કે ગુસ્સે ભરાયેલા પતિએ યુવકનું ધોળા દિવસે ઢીમ ઢાળી દીધું…રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ગુજરાતમાં હત્યાના બનાવો સતત વધવા લાગ્યા છે. ઘણા લોકો ધોળા દિવસે પણ કોઈનો જીવ લેવામાં જરા પણ અચકeતા નથી. તેમને કાયદા અને કાનૂનનો પણ કોઈ ડર ના સતાવતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હાલ એક હત્યાનો બનાવ ચોટીલામાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. યુવકનો વાંક એટલો જ હતો કે તેને સોશિયલ મીડિયામાં પોતાની પૂર્વ પ્રેમિકાને ટેગ કરીને એક પોસ્ટ મૂકી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં રહેતા રાહુલ મનસુખભાઇ જાદવના લગ્ન 18 જાન્યુઆરીના રોજ થવાના હતા. પરંતુ આ પહેલા રાહુલે 9 જાન્યુઆરીના રોજ પોતાની પૂર્વ પ્રેમિકા પાયલને ટેગ કરીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પાયલના પતિ મનોજ બાજીપરાએ જોઈ હતી અને પોસ્ટના કારણે જ તેને રાહુલ પર ગુસ્સો આવ્યો હતો.

જેના બાદ સુરેન્દ્રનગરમાં રહેતો મનોજ બાજીપરા અને તેનો એક મિત્ર નવાબ ફિરોજભાઈ મકવાણા ચોટીલા પહોંચ્યા હતા જ્યાં રાહુલ પતંગ લેવા માટે બજારમાં આવતા “તારા ઇન્સ્ટાગ્રામમાં પાયલનું નામ શું કામ રાખ્યું છે ?” એમ કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન ઝઘડો એટલો વણસી ગયો ગયો કે નવાબે રાહુલને પકડી લીધો અને પછી મનોજે પોતાના ખિસ્સામાંથી છરી જેવી કોઈ વસ્તુ કાઢીને ઉપરાછાપરી હુમલો કર્યો હતો.

આ ઘટનાને રાહુલના કાકાએ જોતા તે પણ છોડાવવા માટે વચ્ચે દોડી આવ્યા હતા. તેમને રાહુલને ધક્કો મારતા તે ત્યાંથી ભાગી ગયો હતો અને તેના કાકા પણ નીચે પડી ગયા હતા. દર્શન અને નવાબ પણ રાહુલની પાછળ દોડ્યા પરંતુ રાહુલ ઘરમાં ઘુસી જતા તે બજારમાં ભાગી ગયા. આ ઘટનામાં રાહુલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

રાહુલના મોત બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. થોડા જ દિવસમાં રાહુલના લગ્ન હોવાના કારણે પરિવાર પણ ખુશ હતો, પરંતુ અચાનક આમ થતા પરિવારના માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલાની તપાસ કરી રહેલી પોલીસને જણાવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટની ખાર રાખીને મનોજે રાહુલની હત્યા કરી છે. તે છતાં આ મામલે વધારે તપાસ ચાલી રહી છે.

Niraj Patel