નવલી નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે ગરબાનો ઉમંગ દર વર્ષની જેમ નહીં જામે તે છતાં પણ સંગીતકારો અને ગાયકો આ વર્ષે પણ ગરબા રસિકોનું મનોરંજન કરાવવા માટે સૂર તાલના સથવારે સરસ મઝાના ગીતો લઈને આવી ગયા છે.
એવા જ એક લોકપ્રિય ગાયક પૃથ્વી પરીખ જેને હિન્દી અને ગુજરાતી ગીતોમાં મહારથ મેળવી છે. તેના અવાજમાં “ચોટીલે ડાકલા વાગ્યા” ગીત રજૂ થયું છે. જે નિહાળતા જ માતાજીની ભક્તિ હૈયે ઉભરાઈ ઉઠે છે.
પૃથ્વી પરીખે આ પહેલા પણ ઘણા ગીતો આપ્યા છે, અને એ ગીતોને લાખો દર્શકોએ નિહાળ્યા પણ છે સાથે પૃથ્વીના આવાજની પ્રસંશા પણ કરી છે. 2015માં પૃથ્વીએ એક સરસ મઝાનું ગીત આપ્યું હતું “દૂધે તે ભરી તલાવડી”. આ ગીતને યુટ્યુબ ઉપર 60 લાખ કરતા વધુ લોકોએ નિહાળ્યું છે.
View this post on Instagram
આ ઉપરાંત પણ તેને ગુજરાતી ભક્તિ સંગીતના ઉત્કૃષ્ઠ ગાયક હેમંત ચૌહાણના દીકરા મયુર હેમંત ચૌહાણ સાથે પણ “મણિયારા” નામનું લોકપ્રિય ગીત ગાયું હતું. જેને પણ દર્શકોએ ખુબ જ પસંદ કર્યું હતું.
પૃથ્વી પોતાના ગીતોને “ઉડાન- ધ બેન્ડ” નામની યુટ્યુબ ચેનેલ દ્વારા પ્રસારિત કરે છે. આ ચેનલ ઉપર તેના અત્યાર સુધીના હિન્દી અને ગુજરાતી ગીતોનો ખજાનો છુપાયેલો છે.
હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે તો પૃથ્વી પરીખ ભુલાઈ રહેલા ગુજરાતી ગીતોના ઊંડાણમાંથી ડૂબકી લગાવીને “ચોટીલે ડાકલા વાગ્યા” ગીત લઈને આવ્યા છે. તમને પણ આ ગીતને નિહાળવું ખુબ જ પસંદ આવશે.
તમે પણ આ સરસ મઝાના ગીતને નીચે ક્લિક કરીને નિહાળો, અને ગીત સાંભળ્યા બાદ આપણા પ્રતિભાવ આપવાનું ચુકતા નહીં.