દુઃખદ સમાચાર: આ પ્રખ્યાત સેલિબ્રિટીના નિધનથી દુઃખી થયું બૉલીવુડ, સોનુ સુદે પોસ્ટ કરીને કહ્યું, સાંભળીને દિલ તૂટી ગયું

છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયામાંથી કેટલાક દુઃખદ સમાચાર આવી રહ્યા છે, ઘણા સેલેબ્રિટીઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, ત્યારે હાલ એક બીજી દુઃખદ ખબર સામે આવી રહી છે. દિગ્ગ્જ કોરિયોગ્રાફર શિવા શંકર માસ્ટરનું નિધન થઇ ગયું છે.

72 વર્ષીય શિવા શંકર થોડા સમય પહેલા જ કોરોના સંક્રમિત થયા હતા. તેમની સારવાર હૈદરાબાદની આઇજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. બૉલીવુડ અભિનેતા સોનુ સુદે તેમની મદદ કરી હતી. જો કે તેમ છતાં પણ શિવા શંકરને બચાવી શકાયા નહીં. શિવા શંકર સાઉથ ફિલ્મોના દિગ્ગજ કોરોયોગ્રાફર હતા.

કોરિયોગ્રાફર શિવા શંકરને આ મહિનાની શરૂઆતમાં જ કોરોના સંક્ર્મણ લાગ્યું હતું જેના બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તબિયત વધારે બગડવા ઉપર તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મીડિયા રિપોર્ટ અનુસાર તેમનો મોટો દીકરો પણ કોરોના સંક્રમિત છે અને તેની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

શિવા શંકરના નિધન ઉપર સાઉટ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. બૉલીવુડ અભિનેતા સોનુ સુદે તેમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે, “શિવા શંકર માસ્ટરજીના નિધન વિશે સાંભળીને દિલ સંપૂર્ણ રીતે તૂટી ગયું છે. અમે તેમને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને કઈ બીજું જ વિચાર્યું હતું. તમે હંમેશા યાદ આવશો માસ્ટરજી. આ ક્ષતિમાંથી બહાર આવવાની શક્તિ ભગવાન તેમના પરિવારને આપે. સિનેમા તમને હંમેશા યાદ રાખશે !!”

તો આ ઉપરાંત બાહુબલી ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ શિવા શંકરના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું છે કે, “આ જાણીને દુઃખ થયું કે શિવા શંકર માસ્ટર ગારુનું નિધન થઇ ગયું છે. તેમની સાથે ફિલ્મ મગધીરામાં કામ કરવાનો યાદગાર અનુભવ રહ્યો છે. ભગવાન તેમના આત્માની શાંતિ આપે. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ !!”

Niraj Patel