બોલિવુડની આ ફેમસ કોરિયોગ્રાફરનો સુપર હોટ લુક, બ્લેક બિકિનીમાં શેર કરી સમુદ્ર કિનારેથી બોલ્ડ તસવીરો

37 વર્ષની ઉંમરે પણ ગજબનો કહેર વરસાવે છે, મોટા-મોટા સ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવવાવાળી આ કોરિયોગ્રાફર, જુઓ ગોર્જિયસ તસવીરો

ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાંસથી પોતાના ડાન્સિંગ કરિયરની શરૂઆત કરનાર શક્તિ મોહનને આજે કોઇ ઓળખની જરૂર નથી. શક્તિ ડાન્સ રિયાલિટ શોમાં હવે જજ તરીકે પણ જોવા મળે છે. શક્તિ ના માત્ર ડાન્સમાં માહેર છે પણ તે ખૂબસુરત પણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે શક્તિ મોહન દિલ્લીની રહેવાસી છે પણ તેની પરવરિશ મુંબઇમાં થઇ છે. શક્તિને બાળપણથી જ ડાન્સનો ઘણો શોખ હતો.

આ માટે તેણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં ભાગ લીધો અને વિનરનો તાજ પહેરી પોતાના કરિયરમાં સફળતા હાંસિલ કરી. આજે શક્તિ ના માત્ર ફેમસ ડાંસર પરંતુ એક ખૂબ જ સારી કોરિયોગ્રાફર પણ છે. જે મોટા મોટા સ્ટાર્સને ડાન્સ શીખવાડી ચૂકી છે. આ ઉપરાંત શક્તિ પોતે પણ કેટલીક ફિલ્મોમાં પોતાના ડાંસ ઉપરાંત એક્ટિંગનો જલવો વિખેરી ચૂકી છે. ત્યાં આ બધા સાથે શક્તિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અને અવાર નવાર ગ્લેમરસ તસવીરો શેર કરે છે. જે જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે. ત્યારે હાલમાં શક્તિની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં તે ગ્લેમર અને બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે. શક્તિએ બ્લેક બ્રાલેટ સાથે વ્હાઇટ કટ આઉટ સ્કર્ટ અને શ્રગ કેરી કર્યુ છે. શક્તિ મોહન સિંગર નીતિ મોહન અને ડાંસર મુક્તિ મોહનની બહેન છે. તેની બીજી પણ એક બહેન છે, પરંતુ તે લાઇમલાઇટમાં આવતી નથી.

કોરિયોગ્રાફર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ક્યારેક તે દરિયા કિનારે પોઝ આપતી અથવા યોગ કરતી જોવા મળે છે. ક્યારેક તે ડાન્સ એકેડમીમાં ટ્રેનિંગ આપતી જોવા મળે છે. જણાવી દઇએ કે, શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો. તેણે ‘ડીઆઈડી સીઝન 2’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેણે એક કંટેસ્ટેંટ તરીકે ભાગ લીધો હતો.

આ સિવાય તેણે કાલ્પનિક ડાન્સ શ્રેણી ‘દિલ દોસ્તી ડાન્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ‘ઝલક દિખલા જા’ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે. શક્તિ મોહને કોરિયોગ્રાફ કરેલું પહેલું બોલિવૂડ ગીત ‘નૈનોવાલે ને’ હતું. આ ગીત દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’નું છે, જેમાં તેને તક મળી છે. તેણે રેમો ડિસોઝાની દેખરેખ હેઠળ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની ચાર સીઝનને જજ પણ કરી છે. એક સમય એવો હતો

 

View this post on Instagram

 

A post shared by Shakti Mohan (@mohanshakti)

જ્યારે શક્તિએ લગભગ તેના પગ ગુમાવી દીધા હતા. જ્યારે તે નાની હતી ત્યારે તેની સાથે એક ઘટના બની હતી. તેનો અકસ્માત થયો હતો. તેને ઘણું દુઃખ થયું હતું. ડોક્ટર્સે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે ક્યારેય ચાલી શકશે નહીં, પરંતુ હાર ન માનતા તેણે ડોક્ટરને ખોટા સાબિત કર્યા અને પોતાના પગ પર ઊભી રહી.

Shah Jina