ખબર

સુશાંત પછી બોલિવુડને વધુ એક સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહુર કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયક અરેસ્ટને લીધે મુંબઈમાં નિધન થયું છે. ઉલ્લેખની છે કે સરોજ ખાનને મુંબઈની ગુરુ નાનક હોસ્પિટલમાં શ્વાસ લેવાની તકલીફને લીધે 20 જૂને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા પહેલા તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી અસ્પતાલમાં એડમિટ હતા. બ્રીથ લેવામાં પ્રોબ્લેમ થતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા.

4 દશકથી લાંબા કેરિયરમાં તેણીએ 2000થી વધુ સોન્ગની કોરિયોગ્રાફી કરવાનું શ્રેય મળ્યું છે. સરોજ ખાનને પોતાની કોરિયોગ્રાફીની કાલા માટે 3 વાર નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યા છે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં ડોલા રે ડોલા ગીતની કોરિયોગ્રાફી માટે તેમને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી જ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે બોલીવુડમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેમણે 1974માં પહેલીવાર ‘મેરા નામ’થી કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. પોતાના કરિયરમાં 2000થી વધારે ગીતો કોરિયોગ્રાફ કરનારા આ દિગ્ગજને 3 વાર નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરોજ ખાને કેટલીક ફિલ્મોમાં લેખક તરીકે પણ કામ કર્યું છે.

વધુમાં મળેલી માહિતી અનુસાર તેઓ ઘણા સમયથી પોતાના કામથી બ્રેક પર હતા અને ગયા વર્ષે (2019)માં તેમણે કમબેક કર્યું અને મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં સૉન્ગને કોરિયોગ્રાફ કર્યું હતું

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.