મનોરંજન

પૈસા માટે એક સમયે પિતા સાથે વેંચતા હતા વડાપાંવ, પોતાનું નસીબ જાતે લખીને બની ગયા સફળ કોરિયોગ્રાફર

શૂન્યમાંથી સર્જન કરનાર એટલે એ ધર્મેશ સર…આપણા વડોદરાના ધર્મેશ સર વિશે આ જાણીને ગર્વ અનુભવશો

જીવનમાં તમામ પ્રકારની તકલીફો આવે છે અને દરરોજ દરેક ક્ષણે વ્યક્તિએ નવી-નવી મુસીબતોનો સામનો કરવો પડે છે, પણ બધી જ મુસીબતોનો જે વ્યક્તિ હાર્યા વિના સામનો કરે છે એ જ પોતાના જીવનમાં સફળ થાય છે. આવું જ કઈંક ધર્મેશમાંથી ધર્મેશ સર બનેલા આ કોરિયોગ્રાફરે કરીને બતાવ્યું છે. આજે આખો દેશ તેમને ધર્મેશ સર કહીને બોલાવે છે. તેમના કેટલાય પ્રસંશકો છે કે જે તેમને ભગવાનની જેમ પૂજે છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

આજે ધર્મેશ સરની કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી, સૌ કોઈ તેમને આજે ઓળખે છે. તેમને પોતાની એક અલગ જ ઓળખાણ બનાવીને આખી દુનિયાને બતાવી દીધું છે કે જીવનમાં કશું પણ કરવું અસંભવ નથી. જો સાચા દિલથી કોઈ મુકામ પ્રાપ્ત કરવા માટે કામ કરવામાં આવે તો કશું પણ અશક્ય નથી. ધર્મેશે પોતાનો આ મુકામ પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરી છે અને પોતાની ડાન્સ સ્ટાઇલથી બધાને જ દીવાના બનાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં યુવા કોરિયોગ્રાફર તરીકે પોતાની ખાસ ઓળખ બનાવનાર ધર્મેશ સરનો જન્મ ધર્મેશ યેલંડે તરીકે ગુજરાતના વડોદરામાં રહેતા મરાઠી પરિવારમાં 31 ઓક્ટોબર 1983ના રોજ થયો હતો. આજે આ ખૂબ જ પ્રખ્યાત નામ પાછળ ખૂબ જ સખત પરિશ્રમ અને મહેનતની કહાણી જોડાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ભલે આજે નાના પડદા પર એક ડાન્સ પ્રોગ્રામથી પોતાની ઓળખ બનાવનાર ધર્મેશ ડાન્સ પ્રોગ્રામમાં જજ અને મેન્ટોર તરીકે ભૂમિકા ભજવે છે અને સાથે સાથે ફિલ્મોમાં અભિનય પણ કરે છે અને ઘણા ગીતો પણ કોરિયોગ્રાફ કરી ચુક્યો છે, પણ એક સમયે તેમને પોતાના પિતાની ચાની દુકાન પર વડાપાંવ વેચવાનું કામ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ભારતીય ડાન્સર, કોરિયોગ્રાફર અને અભિનેતા તરીકે ઓળખાતા ધર્મેશના પરિવારની આર્થિક સ્થિતિ ન ખાસ ન હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે જયારે તે કશું જ ન હતા, ત્યારે પૈસા કમાવવા માટે તેઓ પ્યુન તરીકે પણ નોકરી કરતા હતા. તેમનું કહેવું છે કે જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ છતાં તેઓ પોતાના સપનાને ન ભૂલ્યા, તેમને દરેક ક્ષણે માત્ર ડાન્સર બનવાનું જ સપનું જોયું.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ધર્મેશ કહે છે ‘ જીવનમાં મુશ્કેલીઓ તો દરેક ક્ષણે આવશે, પણ જો ઈરાદો પાક્કો હોય તો સફળતા મળે જ છે. આજના યુવાનો મહેનત કરવા પહેલા જ સફળતા વિશે વિચારવા લાગે છે. તેઓ વિચારે છે કે હું કેટલા પૈસા કમાઈશ, અહીં જ તેમની પહેલી ભૂલ શરુ થઇ જાય છે. મેં ક્યારેય સફળતા-અસફળતાની ચિંતા ન કરી અને માત્ર મહેનત કરતો રહ્યો. આજે હું સફળ છું તેમ છતાં પણ મારા પિતા મહેનત કરે છે, ચાની દુકાન ચલાવે છે. હું તેમને કહું છું કે મેં ઘર બનાવ્યું છે, ગાડી ખરીદી છે, મારી સાથે આવીને રહો. પણ તેઓ એટલું જ કહે છે કે આ બધું જ તારી મહેનતથી બનાવ્યું છે, હું પણ કશુંક બનવા માંગુ છું, પોતાનું કરવા માંગુ છું. મને તેમની આ જ વાત પ્રેરણા આપે છે.’

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

પરિવારે તેમને તેમના ડાન્સ માટે હંમેશા સાથ આપ્યો, પણ પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખાસ નહોતી. પણ સમય સાથે તેમની મહેનત રંગ લાવી અને વડોદરાની ગલીઓમાંથી નીકળીને બોલિવૂડમાં અલગ મુકામ પ્રાપ્ત કર્યો. હિન્દી સિનેમામાં ધર્મેશ હિપ-હોપ અને કન્ટેમ્પરી સ્ટાઇલ માટે ફેમસ છે. પોતાના જીવનના 18 વર્ષ માત્ર ડાન્સને આપનારા ધર્મેશ સરને કોન્ફિડન્સ ત્યારે મળ્યો જયારે પહેલીવાર તેઓ કોઈ રિયાલિટી શો જીત્યા.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ધર્મેશ પહેલીવાર બૂગી-વૂગી નામના ડાન્સ શોમાં આવ્યા હતા અને આ શો જીત્યો હતો. આ પછી તેમને પોતાનું નસીબ ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં અજમાવ્યું, જેમાં તેઓ સેંકન્ડ રનર અપ રહ્યા હતા. ભલે તેઓ આ શોના વિજેતા ન બની શક્ય પણ આ પછી જ તેમને પોતાની ઓળખ મળી. આ પછી તેમને ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકેનું કામ મળ્યું. તેમને ફરાહ ખાનની ફિલ્મ તીસ માર ખાં ફિલ્મમાં કોરિયોગ્રાફી કરવાનો મોકો મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ધર્મેશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારા માતાપિતા મને કહે છે કે હું ત્રણ-ચાર વર્ષની ઉંમરથી જ ડાન્સ કરતો આવ્યું છું. મોટો થયો ત્યારે જ્યાં ડાન્સ કરવાની તક મળી ત્યાં ડાન્સ કર્યો. મને બાળપણથી જ કલરફુલ કપડાં પહેરવાનો શોખ રહ્યો છે. મારું ડ્રેસઅપ જોઈને આસપાસના લોકો મને ચાલતું-ફરતું કાર્ટૂન નેટવર્ક કહેતા હતા. આજે હવે લોકો કહે છે કે હા, ધર્મેશ એ સમયે જે કર્યું એ સારું જ હતું.’

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમના પ્રયાસોમાં તેમનો સાથ તેમના ભાઈ આપતા હતા. તેમના ભાઈ હંમેશા તેમની ટ્રેનિંગ અને ડાન્સ શો માટે પૈસા ભેગા કરતા હતા. તેઓ પોતાની બહેનોને રક્ષાબંધન પર ભેટ પણ આપી શકતા ન હતા.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે જે શોમાં એક છોકરો પોતે એક પ્રતિસ્પર્ધી બનીને આવ્યો છે, તે ડીઆઈડીનો ડાન્સ ગુરુ બનીને અન્ય પ્રતિસ્પર્ધીઓને ડાન્સ શીખવશે. આ સિવાય ધર્મેશ સ્ટાર પ્લસના શો ડાન્સ પ્લસના તમામ 5 શોમાં ટીમ કેપ્ટન અને જજ તરીકે પણ કામ કરી રહ્યા છે. તે રેમો ડિસૂઝાને પોતાના ભગવાન માને છે, અને પોતાના સ્ટુડેંટ્સને ક્યારેય પણ એકલા મુકતો નથી.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

તેણે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત રેમો ડીસુઝા નિર્દેશિત ફિલ્મ એબીસીસીડીથી કરી હતી. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ ડાન્સ પર આધારિત હતું. આ ઉપરાંત ધર્મેશ આ ફિલ્મના બીજા ભાગમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમને વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા સાથે કામ કર્યું હતું. આ પછી, ધર્મેશે રેમો ડિસોઝાની ફિલ્મ નવાબજાદેમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

ધર્મેશ એક અભિનેતા, કોરિયોગ્રાફર અને ટીવી શોમાં જજ હોવા ઉપરાંત ડાન્સ એકેડમીના માલિક પણ છે. તેમણે ડી વાયરસ એકેડમીની શરૂઆત બરોડામાં 2009માં કરી હતી. અહીં બાળકો અને તમામ ઉંમરના લોકોને ડાન્સની તાલીમ આપવામાં આવે છે. ધર્મેશની ગેરહાજરીમાં અહીં ટ્રેન્ડ ડાન્સર્સનું ગ્રુપ છે જે વિદ્યાર્થીઓને તાલીમ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

બોલીવુડ, કથક, હિપ-હોપ, બી-બોઇંગ, લોકીંગ પોપિંગ, ઝુમ્બા, સાલસા, હુલા હૂપ વગેરે જેવા દરેક ડાન્સ ફોર્મની ટ્રેનિંગ અહીં આપવામાં આવે છે. અહીં, બાળકો માટે અલગ બેચ ચલાવવામાં આવે છે, જેમાં તેમને અલગ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત શાળાના ફંક્શન, ડાન્સ ફંક્શન, કોલેજ ફંક્શન વગેરે જેવા અન્ય પ્રોગ્રામ્સની કોરિયોગ્રાફી પણ અહીં કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by D (@dharmesh0011) on

દરેક વ્યક્તિ ધર્મેશની પ્રતિભા જોઈને ચોંકી જાય છે અને તેની પ્રતિભા જોયા પછી ફિલ્મ જગતની મોટી હસ્તીઓ પણ તેમને સલામ કરે છે. ધર્મેશ તેના પરિશ્રમના કારણે દરેક ઘરમાં ઓળખ બનાવી ચુક્યા છે. ધર્મેશ એ લોકો માટે પ્રેરણા છે જેઓ તેમની સ્થિતિ અને કદ કરતા વધુ મોટા સપનાઓ જુઓ છે અને તેમને પરિપૂર્ણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આગામી દિવસોમાં તેમની એક ગુજરાતી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.