આ ફેમસ કોરિયોગ્રાફરે કરી આત્મહત્યા, મરતા પહેલા વીડિયો બનાવતા ગયા, બહુ જ ચોંકાવનારું કારણ હતું….

37 વર્ષની આ મોટી હસ્તીએ જીવ ત્યાગી દીધો, બહુ દુઃખ દર્દ પીડામાં હતા, જુઓ વીડિયો

Telugu Choreographer Chaitanya : મનોરંજન જગતમાંથી ક્યારેક ખુશીના સમાચાર તો ક્યારેક દુખના સમાચાર સામે આવે છે. છેલ્લા કેટલાક સમયમાં તો ઘણા સેલેબ્સના કોઇ કારણોસર આત્મહત્યા (Suicide) કરતા હોવાની પણ ખબર સામે આવી છે. ત્યારે એક તેલુગુ કોરિયોગ્રાફર (Telugu Choreographer) ચૈતન્યના (Chaitanya) ચાહકો માટે ખરાબ સમાચાર છે. 37 વર્ષીય ચૈતન્ય હવે આ દુનિયામાં નથી.

તેણે રવિવારે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર પછી તેના ચાહકો અને નજીકના મિત્રોને મોટો આંચકો લાગ્યો છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પર ઘણું દેવું હતું, જેના કારણે તે ખૂબ જ ટેન્શનમાં હતો અને તેણે આ ભયાનક પગલું ભર્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેના એક વીડિયોમાં તે કહી રહ્યો છે કે તે તેની લોન ચૂકવી શકતો નથી અને આર્થિક તંગીના કારણે તે ઘણું દબાણ અનુભવી રહ્યો છે.

આ વીડિયો પછી તેના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા. ચૈતન્યના નિધનથી આઘાત પામેલા એક ચાહકે લખ્યું- ‘આ અપ્રત્યાશિત છે ચૈતન્ય માસ્ટર, આત્મહત્યા એ કોઇ સમાધાન નથી. તમે આટલા પ્રતિભાશાળી હતા છતાં સમજી શક્યા નહોતા કે તમે આ કેવી રીતે કરી શકો. આત્મહત્યા કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે, તમે તે હિંમતનો ઉપયોગ તમારી સમસ્યા હલ કરવા માટે કરી શક્યા હોત.

તમારા મૃત્યુ પર ઘણો ગુસ્સો અને દુઃખ છે. તમને જણાવી દઈએ કે, ચૈતન્ય તેલુગુ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર્સમાંથી એક છે. તેમણે તેલુગુ ડાન્સ શો ધી સાથે જોડાયા બાદ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.જણાવી દઇએ કે, ચૈતન્યનો મૃત્યુ પહેલાનો જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, તેમાં તેણે ખુલાસો કર્યો કે તે તેની લોન ચૂકવી શકતો નથી અને તેથી તે બોજ અનુભવી રહ્યો છે.

તેણે વીડિયોમાં કહ્યું, ‘મારી માતા, પિતા અને બહેને કોઈ પણ સમસ્યાનો સામનો કર્યા વિના મારી સારી સંભાળ લીધી. હું મારા બધા મિત્રોની દિલથી માફી માંગુ છું. મેં ઘણા લોકોને નારાજ કર્યા છે અને હું બધાની માફી માંગુ છું. પૈસાની બાબતમાં મેં મારી ભલાઈ ગુમાવી દીધી. વ્યક્તિ માત્ર લોન લેવા માટે સક્ષમ ન હોવો જોઈએ પણ તેને ચૂકવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. પરંતુ હું તે કરી શક્યો નહીં. હાલમાં હું નેલ્લોરમાં છું અને આ મારો છેલ્લો દિવસ છે. હું મારા દેવાને લગતી સમસ્યાઓ સહન કરી શકતો નથી.

Shah Jina