બાઈકની ચોરી કરવા માટે ગયેલા ચોરને ના મળી સફળતા તો કર્યું એવું કામ કે જોઈને તમારી આંખો પણ થઇ જશે ચાર, જુઓ વીડિયો

તમે ચોરીની ઘણી હેરાન કરી દેનારી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં ચોર પોતાનું શાતીર દિમાગ લગાવીને ચોરી કરતા હોય છે. ઘણીવાર રસ્તે પાર્ક કરેલા વાહનોની પણ ચોર ચોરી કરી લેતા હોય છે અને કોઈને ખબર પણ નથી પડતી, પરંતુ ઘણીવાર ચોર ચોરી કરવામાં સફળ નથી થતા ત્યારે તેમને ગુસ્સો પણ આવી જાય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ ઉપર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ચોરની ચતુરાઈ જોઈને તમારા પણ હોંશ ઉડી જશે. ભારતમાં ચોરીના કિસ્સાઓ ખરેખર ચિંતાનું કારણ બની રહ્યા છે. પરંતુ આ ચોરે ગુસ્સામાં આવીને કંઈક એવું કર્યું જેના કારણે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇકના શોરૂમની બહાર રોડ પર પાર્ક કરેલી બાઇક ચોરી કરવાના ઇરાદે આવે છે. પરંતુ જ્યારે તે તેની યોજનામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે પ્લાન બીને અનુસરવાનું શરૂ કરે છે.

બાઇકના જબરદસ્ત અને મજબુત લોકના કારણે ચોરના ઇરાદા ઉપર પાણી ફરી વળે છે. બાઇક ચોરી ન કરવાને કારણે ચોર ચિડાઈ જાય છે અને પોતે અંદર આવીને બાઇકની પેટ્રોલ ટાંકી ઉખાડી નાખે છે. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે ચોર પેટ્રોલની ટાંકી લઈને થોડી જ સેકન્ડોમાં ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by 18plusguyy(300k) (@18plusguyy)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. થોડા જ દિવસોમાં હજારો લોકોએ આ વીડિયો જોયો છે. આટલું જ નહીં ઘણા લોકોએ પણ આ વીડિયોને લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ઘણા લોકો આવો ચોર પહેલીવાર જોયો હોવાનું કહી રહ્યા છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel