રાઘવ ચઢ્ઢાના પરિવાર સાથે પરિણીતીએ ભીડી બાથ, પતિએ માર્યા ચોગ્ગા છગ્ગા તો સાસુએ લપક્યો કેચ, જુઓ તેમની રમતના વીડિયો

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પરિવાર વચ્ચે યોજાઈ રમતો, બંને પરિવારોએ કરી જબરદસ્ત મજા, હરભજન સિંહ પણ રહ્યો ઉપસ્થિતિ, જુઓ કોની થઇ જીત ?

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Chopra Vs Chadha Family Played Games : બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા હવે ભવ ભવન બંધનમાં બંધાઈ ગયા છે. તેમને ઉદેપુરના લીલા પેલેસમાં એક ભવ્ય સંભારંભની અંદર લગ્ન કર્યા હતા. ત્યારે તેમના લગ્નની ઘણી બધી યાદગાર ક્ષણો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેમના લગ્નના ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે હવે પરિણીતી પોતાના સાસરિયે છે ત્યારે ત્યાંથી પણ એક શાનદાર વીડિયો ચાહકોના દિલ જીતી રહ્યો છે.

ચઢ્ઢા વિસ ચોપરા વચ્ચે મુકાબલો :

હાલમાં જ પરિણીતી અને રાઘવના પરિવારો વચ્ચે એક મુકાબલો થયો. તેનું નામ ‘ધ ચોપરાસ વર્સિસ ધ ચડ્ઢાસ’ રાખવામાં આવ્યું હતું. જેની તસવીરો અને વીડિયો હવે સામે આવ્યા છે. રાઘવ અને પરિણીતી બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે. પરિણીતીએ લખ્યું, ‘તે એક ટ્રેન્ડ સેટ કરવા વિશે છે. વાત માત્ર જીતવા કે હારવાની નથી. તે યાદગાર ક્ષણો, ખુશીઓ અને સૌથી વધુ મજબૂત બંધન વિશે છે. અમારું ચઢ્ઢા વિ ચોપરા એક એપિક બેટલ  હતું, જ્યાં બંને પક્ષો વિજયી થયા અને ખરેખરદિલ  જીત્યા.”

તસવીરો કરી શેર :

રાઘવ અને પરિણીતીના પરિવારો વચ્ચે સ્પર્ધા હતી. બંનેએ પણ આ પળને ખૂબ એન્જોય કરી. બંને પરિવારોએ તેમનું બાળપણ જીવ્યું અને આ તક તેમને તેમના પોતાના બાળકોએ આપી. પરિણીતી ચોપરાનો પરિવાર એક તરફ છે અને રાઘવનો પરિવાર બીજી તરફ. આવી સ્થિતિમાં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરી હતી પરંતુ કોઈની જીત કે હારનું દુ:ખ નહોતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની ઇવેન્ટમાં ક્રિકેટર હરભજન સિંહે પણ હાજરી આપી હતી.

હરભજન સિંહ પણ રહ્યો હાજર :

હરભજન સિંહે જણાવ્યું કે સિમરને તેને ચડ્ઢામાંથી ચોપરામાં બદલી નાખ્યો હતો. તેની આખી ટીમ બદલાઈ ગઈ હતી. પરિણીતી ચોપરાએ લખ્યું, ‘અમારા પરંપરાગત ભારતીય લગ્ન શરૂ કરવા માટે, અમારા બિન-પરંપરાગત રિવાજો વિશે જણાવવાનો સમય આવી ગયો છે!’ પહેલા મ્યુઝિકલ ચેર હતી, જેમાં બધાએ ડાન્સ કર્યો પણ ઘણી છેતરપિંડી કરી.

મજેદાર ગેમ યીજાય “

આ પછી ત્રીજી ગેમ આવી જેમાં ત્રણ પગે દોડવાની હતી. મતલબ, બે લોકોની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં દરેકનો એક પગ બાંધવામાં આવ્યો હતો. આના દ્વારા તેમને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું હતું. ત્રણ પગની રેસમાં પરિણીતી ચોપરા પણ આ રીતે સંઘર્ષ કરતી જોવા મળી હતી.

પરિવારોના દિલ પણ જીત્યા :

પછી ક્રિકેટ મેચ થઈ. પરિણીતીએ લખ્યું, ‘પરિવારમાં ક્રિકેટના દિગ્ગજોથી સાવચેત રહો (ખાસ કરીને મારી સાસુ, જેમણે છેલ્લા બોલ પર વિકેટ લઈને રમતને બદલી નાખી અને રમત જીતી લીધી)’ રાઘવ ચઢ્ઢાએ ફોટો શેર કરીને કહ્યું કે તેમ છતાં તેમનો પરિવાર આ રમતોમાં વિજેતા તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ અમે ચોપરા પરિવારનું દિલ ચોક્કસપણે જીતી લીધું છે, ખાસ કરીને પરી, જે અમારા પરિવારની પ્રિય સભ્ય બની છે.

ક્રિકેટ પણ રમ્યા :

આ દરમિયાન લીબું ચમચીની રેસ પણ યોજાતી હતી, જે શાળાઓમાં થતી હતી. તેમણે અહીં પણ મજા લીધી. પરિણીતીની માતા રીના ચોપરાએ પણ પ્રી-વેડિંગ ગેમ્સની મજા માણી હતી. રાઘવ અને પરિણીતીની માતા વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ક્રિકેટ પહેલા ઘણા પોઝ આપ્યા હતા, જેના પછી લોકોનું ધ્યાન તેમની તરફ ગયું.

બંને ટીમ થઇ વિજેતા :

રાઘવ અને પરિણીતી ચોપરાએ રમત પૂરી થયા પછી એકબીજાને વિજેતા જાહેર કર્યા. ઉલ્લેખ કર્યો છે તેમ અહીં કોઈ જીત કે હાર નથી. બલ્કે લોકોએ એકબીજાના દિલ જીતી લીધા છે. પરંતુ રમતના નિયમોના આધારે અંતે બંને પરિવારોને ટ્રોફી આપવામાં આવી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel