રસોઈ

ચોમાસામાં નવા પ્રકારના ભજીયા ટ્રાય કરો. સોજી(રવા)ના ભજીયા ક્રિસ્પી – અત્યારે જ નોંધી લો

સામગ્રી:-

  • 300 ગ્રામ સોજી
  • 1/2 કપ દહીં
  • ૨ નંગ બાફેલા બટાકા
  • ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • લીલા મરચા
  • કોથમીર
  • સ્વાદ અનુસાર મીઠું

રીત:-

સૌપ્રથમ એક મોટા બાઉલમાં સોજી લો. ત્યારબાદ તેમાં અડધો કપ દહીં નાખો. પછી તેમાં બાફેલા બટાકા એડ કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ક્રશ કરેલા લીલા મરચા, અને કોથમીર એડ કરો. પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો. પછી તેમજ જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરો. રેડી છે તમારા ભજીયાનુ ખીરુ…

હવે એક પેઈનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરું ના ભજીયા ઉતારો. રેડી છે તમારા ક્રિસ્પી અને ટેસ્ટી સોજી ના ભજીયા….

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ