જો બ્લડની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય ત્યારે તે ઘણી બધી બિમારીઓનું આગમન નોતરે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ-પ્રેશર, કિડની પર અસર થવી, પાચનતંત્રનું બગડવું, તેમજ નળીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવુ વગેરે.
આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે – HDL અને LDL. એચ.ડી.એલને ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, એલડીએલને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે.

એલ ડી એલએ આપણી નળીની અંદર જે કોલેસ્ટ્રોલ આવેલો હોય છે. ત્યાં જમા થાય છે. પરંતુ ગુડ કોલેસ્ટ્રોલ એચ.ડી.એલ તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે તેમજ આપણા શરીરમાં રહેલા ખરાબ કચરાને પણ તે દૂર કરે છે.
કોલેસ્ટ્રોલ શાના કારણે વધે છે –
- ખાવા-પીવામાં લાપરવાહી કરવાથી
- ધૂમ્રપાન અને શરાબનો વધારે પડતું સેવન કરવાથી.
- વધારે પડતાં શરીરના વજનથી.
- તેલને વારંવાર ગરમ કરી તેમાં ખાવા બનાવતી
- જંકફૂડનું વધારે પડતું સેવન કરવાથી

કેવી રીતે ખબર પડશે કે તમને કોલેસ્ટ્રોલ વધી ગયો છે…
- જો તમે વધારે પડતું ચાલવાથી તમારા શ્વાસમાં પ્રોબ્લેમ થતો હોય તો સમજવું કે તમને કોલેસ્ટ્રોલ વધ્યો છે.
- થોડુંક કામ કરવાથી તમારું શરીર થાકી જતું હોય તો સમજ્વુ કે કોલેસ્ટ્રોલ હશે.
- વધારે પડતો પરસેવો થવો.
- લોહીનુ ઝાડુ થવુ.
- તેમજ માથું દુખવું અને પગ વધારે દુખવા.

આ ઉપાય કરવાથી તમારા કોલેસ્ટ્રોલમાં ઘટાડો થશે:-
- સવારે ખાલી પેટે લસણની બે કળી ખાવી જોઈએ. કારણ કે તેમાં સલ્ફરયુક્ત એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધારે હોય છે. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
- રાત્રે સૂકા ધાણાને પાણીમાં પલળવાથી સવારે તે પાણી પીવાથી તેમજ પલાળેલા સૂકા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછો થશે.
- સવારે જમ્યા પહેલા દૂધીનો રસ પીવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટશે. દુધીના જ્યુસ બનાવતી વખતે તેની અંદર ત્રણથી ચાર પાન ફૂદીનાના તેમજ ત્રણથી ચાર પાન તુલસીનાં નાખવાથી જરૂર ફાયદો જોવા મળશે.
- તેમજ ખાવામાં સોયાબીન તેલનો ઉપયોગ કરવો.

- ચા અને કોફીની બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરવો.
- રોજ એક્સરસાઇઝ કરવી
- વધારે પડતું તળેલું ગળ્યું ન ખાવું.
- વધારે પડતો જંકફૂડ ન ખાવો
- પોતાના વજન પણ કંટ્રોલ રાખવો.
- ફાઇબર યુક્ત ખાવાનું ખાવુ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks