આ ભાઈ ચોકલેટમાંથી બનાવે છે પ્રાણીઓ અને એવી એવી વસ્તુઓ કે જોઈને તમારા મોઢામાંથી પણ ટપટપ લાળ ટપકવા લાગશે

ગળ્યું ખાવાનું કોને ના ગમે ? અને એમાં પણ ચોકલેટનું નામ આવે એટલે મોઢામાં પાણી તો ચોક્કસ આવી જાય. હાલ સોશિયલ મીડિયામાં ઘણી એવી ચોકલેટ અને ચોકલેટની બનાવટોના વીડિયો વાયરલ થતા હોય છે. હાલ એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમારા મોઢામાં પાણી તો ચોક્કસ આવશે, પરંતુ તેની કારીગરી જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો.

આ વાયરલ વીડિયોને પ્રખ્યાત પેસ્ટ્રી શેફ Amaury Guichon દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ શેફ દ્વારા એક 5 ફૂટ 8 ઇંચનો ચોકલેટથી સિંહ બનાવવામાં આવ્યો છે. જેનું વજન 36 કિલોગ્રામ છે.આ કેક જોઈને લોકોને પણ તેમની આંખો ઉપર વિશ્વાસ નથી આવ્યો રહ્યો કે ખરેખર આવી પણ કેક હોઈ શકે ???

ચોકલેટ લાયનના મેકિંગ વીડિયોને 16 જૂનના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો હતો. જેને લાખો લોકોએ નિહાળ્યો છે. કેક ઇન્ડસ્ટ્રીમાં શેફ અમોરી પોતાના સુંદર કામ માટે જાણીતા છે. તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર 3.6 મિલિયન લોકો ફોલો કરે છે. જેના ઉપર તે પોતાના કેક મેકિંગની શાનદાર તસવીરો શેર કરે છે. જુઓ તેમને શેર કરેલો વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Amaury Guichon (@amauryguichon)

આ ઉપરાંત આ શેફ દ્વારા એક હાથીના રૂપમાં પણ કેક બનાવવામાં આવી હતી, જેનો વીડિયો પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ કેક જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા હતા કારણ કે આ કેક કલ્પના બહારની હતી.

 

View this post on Instagram

 

A post shared by Amaury Guichon (@amauryguichon)

Niraj Patel