રસોઈ

ઉનાળાની ઋતુમાં ઠંડક મેળવવા માટે ઘરે જ બનાવો નાના-મોટેરાંની પ્રિય ચોકલેટ આઈસ્ક્રીમ, નોંધી લો ફટાફટ રેસિપી

Image source

આપણે સૌ જાણીએ છીએ કે , ઉનાળો ચાલી થઇ ગયો છે. થતા જ કંઈક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થતું હોય છે. આપણને ગરમી પડે એટલે સૌથી પહેલા આઈસ્ક્રીમ જ યાદ આવે છે સાચું ને ? આઈસ્ક્રીમ એક એવી વસ્તુ છે જે નાનાથી માંડીને મોટેરાને પ્રિય હોય છે.
હાલ ઉનાળો ચાલુ થઇ ગયો છે. તો લોકડાઉન પણ ચાલુ જ છે. લોકડાઉનને કારણે બહાર નીકળી શકાતું નથી. ગુજ્જુ રોક્સ તમારી માટે લઈને આવ્યું છે ચોકલેટ આઈસ્ક્રીમની રેસિપી.

ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત:

સામગ્રી:

  • દૂધ: 2 કપ
  • તાજું ક્રીમ: 1/2 કપ
  • ડાર્ક ચોકલેટ: 1 કપ
  • કોર્નફ્લોર: 4 ટી.સ્પૂન
  • કેસ્ટર શુગર: 1/2 કપ

    Image source

રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં અડધો કપ ઠંડા પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરો.

આ બાદ બીજા એક પહોળા વાસણમાં 1 કપ પાણી ઉકાળી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરો.

આ બાદ દૂધને ગરમ કરીને કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર સુગર મેળવી સતત 2 મિનિટ સુધી હલાવો.

આ બાદ આ મિશ્રણને ઠંડુ થવા દો.

મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણને એલ્યુમિનિયમના ડબ્બામાં આશરે 6 કલાક સુધી ફ્રીજરમાં સેટ કરવા રાખો.

આ બાદ ફરી તેને મિક્સરમાં ક્રશ કરીને લીકવીડ જેવું કરો. આ બાદ ફરીથી તેને 10 કલાક સુધી ફ્રીજરમાં સેટ કરવા રાખો.

ફ્રીજરમાં સેટ થઇ ગયા બાદ તેને બહાર કાઢી ચોકલેટના નાના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ

નોંધ: ચોકલેટનો વધુ આનંદ જોઈતો હોય તો બીજીવાર જયારે ફ્રીજરમાં મુકો છો ત્યારે તેમાં ચોકલેટના ટુકડા પણ ઉમેરી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Image source