‘ચક દે ઇન્ડિયા’ની કોમલ કરવા જઇ રહી છે લગ્ન, આ અભિનેતા સાથે બંધાશે ભવો ભવના બંધનમાં ! જુઓ તસવીરો

ખુશખબરી:  ‘ચક દે ઇન્ડિયા’ની નાનકડી છોકરી લગ્ન કરવા જઈ રહી છે, હાલ તો ખુબ જ બોલ્ડ ફિગર થઇ ગયું છે જોઈ લો

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં ઘણી મહિલા ખેલાડીઓ હતી. ફિલ્મમાં જે છોકરીઓએ પણ કામ કર્યુ, તેમને તે વર્ષથી જ પોપ્યુલારિટી મળવાની શરૂ થઇ ગઇ હતી. તેમાંથી જ એક છે ચિત્રાશી રાવત. ચિત્રાશીની ફિલ્મમાં તેના પાત્ર માટે ખૂબ સરાહના કરવામાં આવી હતી. અત્યાર સુધી તે ઘણીવાર ચર્ચામાં આવી ચૂકી છે. પણ આ વખતે તે લગ્ન કરવા જઇ રહી છે અને પોતાના 11 વર્ષના રિલેશનશિપ બાદ.

પોતાના શાનદાર અને મનોરંજક પ્રદર્શન બાદ ચર્ચામાં આવેલી ચિત્રાશી રાવત FIR જેવા ટીવી શોનો પણ હિસ્સો રહી છે, તેણે ઇન્સ્પેક્ટર જ્વાલામુખી ચૌટાલાની ભૂમિકા નિભાવી હતી. તે આજે તેના જીવનના પ્રેમ ધ્રુવાદિત્ય ભગવાનાની સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે પૂરી રીતે તૈયાર છે. ચિત્રાશી રાવતે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અને ઘણી તસવીરો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે, જેમાં તે તેના થવાવાળા પતિ સાથે જોવા મળી રહી છે. લગ્ન પહેલા કેટલીક સેરેમની થઇ હતી,

જેમાં ઇન્ડસ્ટ્રીના મિત્રો ડેલનાઝ ઇરાની, સાયંતની ઘોષ, શ્રુતિ ઉલ્ફત સહિત અનેક સામેલ હતી. શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં કો-સ્ટાર કોમલ ચૌટાલાની ભૂમિકા નિભાવનાર ચિત્રાશી રાવત છત્તીસગઢી વહુ બનવા જઇ રહી છે. ફિલ્મ પ્રેમમયીથી બંને એકબીજાના નજીક આવ્યા હતા. ધ્રુવાદિત્ય રાયપુરનો રહેવાસી છે અને ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેતા અને લેખક છે, જે મુંબઇમાં રહે છે. બંને પહેલીવાર પ્રેમમયીના સેટ પર એકબીજાને મળ્યા હતા અને જેમાં તેમણે પ્રેમી પ્રેમિકાની ભૂમિકા નિભાવી હતી.

શુટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ અને તે બાદ પ્રેમ પાંગર્યો. ધ્રુવાદિત્યએ રેડિયો મિર્ચી સાથે એક રેડિયો જોકીના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યુ હતુ. તે બાદ મુંબઇમાં સેટલ થઇ ગયો. તેણે વેબ સીરીઝ સાથે ઘણી ફિલ્મો કામ કર્યુ છે. વર્તમાનમાં તે એક અભિનેતા અને લેખકના રૂપમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. 11 વર્ષ બાદ હવે કપલ પોતાના રિલેશનને લગ્નનું નામ આપી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. પોતાના લગ્ન વિશે વાત કરતા ચિત્રાશી કહે છે કે અમે મૂળ રૂપે દેહરાદૂનમાં કોર્ટ મેરેજ કરવા માગતા હતા.

અમે વિચાર્યુ હતુ કે સિંપલ લગ્ન કરીશું, પૈસા બચાવીશું અને ટ્રાવેલ કરીશું. જો કે, અમારો પરિવાર જોડાઇ ગયો અને બધા એક જ વાત કહેવા લાગ્યા કે આ બધુ એક જ વાર થાય છે. ધ્રુવ અને હું લગ્નને ક્રાર્યક્રમના રૂપમાં નથી જોતા, પણ પરિવારો અને મિત્રો સાથે પોતાના સંબંધને ઉત્સવના રૂપમાં જોઇ રહ્યા છે. અમે ડિસેમ્બર આસપાસ લગ્નની તારીખ નક્કી કરી.અમારી પાસે હનીમુન વિશે વિચારવાનો સમય નથી. વર્ષ 2007માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ તો તમને યાદ હશે,

જેમાં શાહરૂખ હોકી કોચ બન્યો હતો. આમાં નાની ઉંમરની નટખટ સ્ટુડન્ટ હતી કોમલ ચૌટાલા. ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાશી રાવતે તેનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવી ચર્ચાઓ મેળવી હતી. ચક દે ઇન્ડિયા બાદ તે લક, યે દૂરિયા, તેરે નાલ લવ હો ગયા અને બ્લેક હોમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 18 વર્ષની ઉંમરમાં તેણે કોમલનો રોલ પ્લે કર્યો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Chitrashi Rawat (@chitrashi)

Shah Jina