ઓફ વ્હાઇટ સાડી અને પિંક ડીપ નેક બ્લાઉઝમાં અક્ષય કુમારની આ અભિનેત્રીએ વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન, જુઓ તસવીરો

પિન્ક પિન્ક બ્લાઉઝમાં આ હસીનાએ વરસાવ્યો કહેર, કાતિલ અદાઓ જોઇ મચલી જશો તમે પણ

અક્ષય કુમાર સાથે ફિલ્મ દેશી બોય્ઝમાં કામ કરનાર બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાની તસવીરો અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની તસવીર શેર થતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે. એક્ટ્રેસની તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં, ચિત્રાગંદાએ તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, લેટેસ્ટ તસવીરોમાં તે ઓફ-વ્હાઈટ સાડી અને પિંક ડીપનેક બ્લાઉઝમાં પોઝ આપતી જોવા મળે છે.

ચિત્રાંગદાએ તેના લુકને કંપલીટ કરવા માટે ખુલ્લા વાળ રાખ્યા છે અને કાનમાં સુંદર ઇયરિંગ્સ પહેરી છે. સોશિયલ મીડિયા પર ચિત્રાંગદા સિંહની જોરદાર ફેન-ફોલોઈંગ છે. અભિનેત્રીના ચાહકો તેની તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. તેમજ ખૂબ જ લાઇક્સ પણ વરસાવી રહ્યા છે.

ફિલ્મો સિવાય ચિત્રાંગદા સિંહ ઘણા આઈટમ નંબર્સમાં પણ જોવા મળી છે. જે ચાહકોને પણ ઘણું પસંદ આવ્યું હતું. ચિત્રાંગદા સિંહ 45 વર્ષની છે પરંતુ સુંદરતા અને ફિટનેસની બાબતમાં તે તે યંગ અભિનેત્રીઓને પણ માત આપતી જોવા મળે છે. ચિત્રાંગદા સિંહ આર્મી ઓફિસરની દીકરી છે અને તેનો ભાઈ દિગ્વિજય સિંહ ગોલ્ફર છે. અભિનેત્રીએ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ચિત્રાંગદાએ કોલેજથી જ મોડલિંગ શરૂ કર્યું હતું. તે દરમિયાન તેને ઘણી મોટી જાહેરાતો મળી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી અલ્તાફ રાજાના આલ્બમ તુમ તો ઠહરે પરદેશીથી પહેલીવાર લોકોની નજરમાં આવી હતી. જ્યારે, તેણે ફિલ્મ સોરી ભાઈથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. લાંબી ફિલ્મ કારકિર્દી હોવા છતાં, ચિત્રાંગદા અભિનયમાં તે ખ્યાતિ હાંસલ કરી શકી ન હતી જેની તે હકદાર હતી. તે પછી તેણે ફિલ્મ નિર્માણમાં હાથ અજમાવ્યો. ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

ચિત્રાંગદાએ વર્ષ 2001માં ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર ઝોરાવર પણ છે. પરંતુ તેમનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને વર્ષ 2014માં તેમના છૂટાછેડા થઈ ગયા. બંનેના અલગ થયા બાદ અનેક પ્રકારની અફવાઓ પણ ઉડી હતી.

જો અહેવાલોનું માનીએ તો ચિત્રાંગદાના ફિલ્મોમાં કામ કરવાના નિર્ણયથી તેના લગ્ન જીવનમાં તિરાડ પડી અને આ અણબનાવ છૂટાછેડામાં ફેરવાઈ ગયો. ચિત્રાંગદાને એક પુત્ર પણ છે, જેની કસ્ટડી અભિનેત્રીને મળી છે. એવું કહેવાય છે કે ચિત્રાંગદા તેના પુત્ર જોરાવર સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી અને રંધાવા ઈચ્છતા હતા કે ચિત્રાંગદા તેની અને પુત્ર સાથે દિલ્હીમાં રહે. ચિત્રાંગદા તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી અને બંને સંમત ન હતા.

Shah Jina