બૉલીવુડ સુધી પહોંચવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાવવા માટે ઘણી મહેનતની જરૂર હોય છે, પરંતુ અવાર નવાર આપણે ઘણી અભિનેત્રીઓના મોઢે જ કેટલાક એવા કિસ્સા સાંભળીએ છીએ જણે સાંભળીને આપણને પણ ખરેખર એમ થાય કે આ જગ્યાએ પહોંચવા આ કામ પણ કરવું પડતું હોય છે, આજ વાતનો ખુલાસો અભિનેત્રી ચિત્રાંગદા સિંહે કર્યો છે.
View this post on Instagram
સ્પોટબોય સાથે વાત વાત કરતા ચિત્રાંગદાએ કહ્યું હતું કે: “આવ લોકો તમને દરેક જગ્યાએ મળશે, ઇન્ડસ્ટ્રીઝમાં મારા શરૂઆતી મોડેલિંગના દિવસો દરમિયાન મેં ઘણા જ આવા લોકોને જોયા છે. ઇન્ડસ્ટ્રીઝ બહુ ખરાબ છે, હા મારી સાથે પણ આવું થયું છે, પરંતુ હું કહેવા માંગીશ કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી એવી નથી, અહીંયા આ બધી બાબતો માટે તમને કોઈ ફોર્સ નથી કરતુ.”
View this post on Instagram
વધુ જણાવતા અભિનેત્રીએ કહ્યું હતું કે “અહીંયા બધાની જગ્યાનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે. અને તેમની પસંદની પણ ખુબ જ ઈજ્જત કરવામાં આવે છે. પરંતુ તમને ખોટું લાગે છે જયારે તમે આમ ના કરવાના કારણે એક સારો ચાન્સ ખોઈ દો છો, પરંતુ આ તમારી પોતાની પસંદગી છે. તો તમે આ વિષે વાત નથી કરતા, મેં પણ આમ ના કરવાના કારણે એક પ્રોજેક્ટ ખોયો છે. પરંતુ જો તમે આમ કરવામાં કમ્ફર્ટેબલ છો તો જાવ અને કરો. હું કોણ છું કોઈને જજ કરવા વાળી”
ચિત્રાંગદા થોડા સમયમાં જ અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ “બોબ બિસ્વાસ”માં નજર આવવાની છે જેને અભિનેતા શાહરુખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચીલી એન્ટરટેટમેન્ટતૈયાર કરી રહ્યું છે.
બૉલીવુડ હોય કે ટેલિવિઝન બંને જગ્યા પર એકટર અને એકટ્રેસેને આગળ વધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ મામલે ઘણા એક્ટરોએ પણ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝની સફર એટલી આસાન નથી. ત્યારે કાસ્ટિંગ કાઉચના ઘણા મામલા સામે આવી ચુક્યા છે. આ મામલા ત્યારે સામે આવતા રહ્યા છે જયારે એક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં તેની પ્રસિદ્ધિ મેળવી ચુક્યા હોય છે.
View this post on Instagram
હાલમાં જ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ અને વેબસીરીઝમાં કામ કરી પ્રસિદ્ધિ મેળવી ચુકેલી એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહો પરંતુ મલ્હાર રાઠોડ છે. મલ્હારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની આપવીતી જણાવી હતી. મલ્હારે તેના શરૂઆતના અનુભવ તાજા કરતા જણાવ્યું હતું કે, તેને આ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે.
View this post on Instagram
એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં મલ્હારે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા તે આ ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે 65 વર્ષના પ્રોડ્યુસરે તેને ટોપ ઉતારવા માટેનું કહ્યું હતું મલ્હાર તે સમયે ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી. તેને થોડા સમય સુધી તો સમજમાં ના આવ્યું કે, તેને હવે શું કરવું જોઈએ. આ દરમિયાન તે ખુબ ડરી ગઈ હતી.
View this post on Instagram
મલ્હાર એકલી જ એવી એક્ટ્રેસ નથી જે ને આ તકલીફોનો સામનો કર્યો હોય ઘણા એવા મોટા-મોટા ચહેરા છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુક્યા છે. જણાવી દઈએ કે, ઓક્ટોબર 2018માં મીટું મુવમેન્ટ આવ્યું હતું. આ મુવમેન્ટ હેઠળ કૈલાશ ખેર, સાજીદ ખાન, અનુ મલિક અને નાના પાટેકર સહીત બોલીવુડના મોટા-મોટા સેલેબ્સના નામ સામે આવ્યા હતા.બૉલીવુડ અને ટેલીવુડના ઘણા એવા સેલેબ્સ છે જેને કાસ્ટિંગ કાઉચના કારણે ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું હોય.
View this post on Instagram
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ વિદ્યા બાલન, સુરવીન ચાવલા, ટીસ્કા ચોપરા, સોમા મહાપાત્રા, કલ્કિ કેકલા જેવી એક્ટ્રેસો તેના અનુભવને શેર કર્યા છે. થોડા દિવસ પહેલા ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ પણ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝમાં જો તમારું કોઈ કનેક્શન હોય તો જ તમે જ આગળ વધી શકો છો નહીં તો આગળ વધુ મુશ્કેલ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.