લગ્ન પછી હસતા હસતા વિદાય લીધી દુલ્હને, આ રીતે લુછ્યા તેની માતાના આંસુ, તસવીરો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

લગ્ન એ  ખુબ જ ખુશીનો પ્રસંગ છે જેમાં બે પરિવારો એક થઇ જતા હોય છે, લગ્નના દરેક રીતિ રિવાજ પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. પરંતુ એક ક્ષણ એવી આવે છે જ્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુઓ આવી જાય છે. આ ક્ષણ છે કન્યા વિદાયની. જેમાં કન્યા સહીત તેના માતા-પિતા અને સાગા સંબંધીઓની આંખો પણ ભીની થઇ જાય છે.

પરંતુ હાલ આ વિદાયના પ્રસંગમાં ઘણી કન્યાઓ હસતા હસતા જ પિયરમાંથી વિદાય લેતી જોવા મળે છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં કન્યા વિદાય પ્રસંગે રડવાને બદલે ખુશી ખુશી હસતા હસતા વિદાય લઇ રહી છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ મસ્તમૌલા દુલ્હન વિદાય સમયે ચોખાને પાછળ નાખવાની વિધિમાં જ માહોલને  બદલી રહી છે. કન્યાએ હસતા હસતા ચોખા પાછળ નાખ્યા અને બોલી…. 1..2..3 કેચ..”

આ કન્યા બીજી કન્યાઓની જેમ રડવામાં વિશ્વાસ નથી રાખતી, તે હસતા હસતા જ આખો માહોલ બદલી દે છે, તેના હસતા ચહેરાને જોઈને આસપાસના લોકો પણ હસવા લાગે છે. પરંતુ એ ત્યાં ઉપસ્થિત લોકોમાં એક વ્યક્તિ એવું હોય છે જેના ચહેરા ઉપર હાસ્યની જગ્યાએ આંસુઓ જોવા મળે છે.

આ હોય છે કન્યાની માતા. જેની આંખો આંસુઓથી ભીની દેખાય છે અને કન્યા તેના હાથથી માતાના આંસુઓ લૂછીને તેમને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને સાથે એ પણ કહી રહી છે કે મારો મેકઅપ ના ખરાબ થાય એટલા માટે હું નથી રડી રહી એટલે તું પણ ના રડીશ.


હસતા હસતા લગ્ન મંડપમાંથી વિદાય લઈને ગાડીમાં બેસીને પણ આ દુલ્હન બહાર ઉભેલા લોકોને કહે છે કે તે જઈને પોતાની સેલ્ફી મોકલશે.  સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel