ફિલ્મી દુનિયા

સાઉથના ફિલ્મ સ્ટારની અંતિમ યાત્રામાં સ્ટાર ઉમટી પડયા, ગર્ભવતી પત્ની પર આભ તૂટી પડયું

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે બોલીવુડમાંથી ઘણી દુઃખદ ઘટનાઓ બની છે, ઘણા દિગ્ગજ અભિનેતાઓને આપણે ખોઈ બેઠા છે, હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ એક માઠા સમાચાર આવ્યા હતા. કન્નડ ફિલ્મોના અભિનેતા ચિરંજીવી સર્જાનું રવિવારે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. ચિરંજીવીની ઉંમર માત્ર 39 વર્ષની જ હતી.

Image Source

ચિરંજીવીને 6 જૂન શનિવારના રોજ શ્વાસ ચઢવાની અને છાતીમાં દુઃખવાની ફરિયાદના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સુધી તેમની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહોતો અને છેલ્લે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Image source

ચિરંજીવીના મૃત્યુ પછી, અભિનેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ઘરે લાવવામાં આવ્યો હતો. ચિરંજીવી સરજાના અંતિમ સંસ્કાર તેના બેંગલુરુ સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Image source

અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ ફિલ્મ સેલિબ્રિટીઝ અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ચાહકોના ટોળાને કારણે પોલીસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ હાજર હતી.

Image source

ચિરંજીવી સરજાના અવસાનથી તેની પત્ની મેઘના રાજ ઘેરા શોકમાં છે. મેઘના રાજ અને ચિરંજીવી સરજાના લગ્ન 2 મે 2018 ના રોજ થયા હતા. મેઘના રાજ હાલ ગર્ભવતી છે અને આવા સમયે ચિરંજીવી સરજાનું અવસાન થતાં મેઘના પર આભ તૂટી પડ્યું છે.

Image source

ચિરંજીવીના મૃત્યુ ઉપર ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જ ટ્વીટ કરી અને ચિરંજીવીના નિધનના સમાચાર આપ્યા હતા તેમજ તેમને શોક પણ વ્યક્ત કર્યો હતો. ચિરંજીવીના ભાઈ અને ભત્રીજા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Image source

આ સાથે જ ચિરંજીવી સર્જા અને એક્ટ્રેસ મેઘના રાજના લગ્નની તસ્વીર વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, ચિરંજીવી સર્જાની પત્ની અને એક્ટ્રેસ મેઘના રાજ ગર્ભવતી છે.

 

View this post on Instagram

 

A post shared by Cinema Scope Official (@cinema_scope_official) on

જે તસ્વીરો સામે આવી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, રડી-રડીને ખરાબ હાલ થઇ ગયા છે. તેઓના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. બંનેના લગ્ન 2 મે 2018 ના રોજ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Classy Captures (@classycaptures_official) on

કન્નડ અભિનેતા ચિરંજીવી સરજા અને મેઘના રાજે પણ કેથોલિક રિવાજો સાથે લગ્ન કર્યા પછી હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. મેઘના રાજ અને ચિરંજીવી સરજાની 10 વર્ષની મિત્રતા હતી.

Image source

પરંતુ જ્યારે આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ તે ખબર પડી ના હતી. લગ્નમાં મેઘના અને ચિરંજીવીના પરિવાર ઉપરાંત ખાસ સબંધીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Image source

બાળ કલાકાર થિયેટર તરીકે મેઘના રાજે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

ફિલ્મ પરિવાર સાથે સંકળાયેલા ચિરંજીવીએ 2009 માં કન્નડ ફિલ્મ ‘વાયુપુત્ર’ થી શરૂઆત કરી હતી. તેની કારકિર્દીમાં તેણે કુલ 22 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.