ખબર ફિલ્મી દુનિયા

સાઉથની ફિલ્મો જોનારા લોકો માટે ખરાબ સમાચાર! નાની ઉંમરે આ એક્ટરનું થયું નિધન- જાણો શું બીમારી હતી

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે બોલીવુડમાંથી ઘણી દુઃખદ ઘટાનો બની છે, ઘણા દિગ્ગજ અભિનેતાઓને આપણે ખોઈ બેઠા છે, હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ એક માઠા સમાચાર આવે છે. કન્નડ ફિલ્મોના અભિનેતા ચિરંજીવી સર્જાનું રવિવારે હૃદયરોગના હુમલાના કારણે આવસાન થયું છે, ચિરંજીવીની ઉંમર માત્ર 39 વર્ષની જ હતી.

Image Source

ચિરંજીવીને 6 જૂન શનિવારના રોજ શવસ ચઢવાની અને છાતીમાં દુઃખવાની ફરિયાદના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સુધી તેમની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહોતો અને છેલ્લે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ચિરંજીવીના મૃત્યુ ઉપર ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જ ટ્વીટ કરી અને ચિરંજીવીના નિધન ના સંચાર આપ્યા હતા તેમજ તેમને શોક પણ વ્યક્ત કર્યો હતો. ચીર્ણજીવીના ભાઈ દઅને ભત્રીજા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.