ખબર

39 વર્ષીય એક્ટર ચિરંજીવી સર્જાના નિધન બાદ લગ્નની તસ્વીર થઇ વાયરલ, પત્ની મેઘના રાજ છે ગર્ભવતી

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે બોલીવુડમાંથી ઘણી દુઃખદ ઘટનાઓ બની છે, ઘણા દિગ્ગજ અભિનેતાઓને આપણે ખોઈ બેઠા છે, હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ એક માઠા સમાચાર આવે છે. કન્નડ ફિલ્મોના અભિનેતા ચિરંજીવી સર્જાનું રવિવારે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે, ચિરંજીવીની ઉંમર માત્ર 39 વર્ષની જ હતી.

Image Source

ચિરંજીવીને 6 જૂન શનિવારના રોજ શવસ ચઢવાની અને છાતીમાં દુઃખવાની ફરિયાદના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સુધી તેમની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહોતો અને છેલ્લે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ચિરંજીવીના મૃત્યુ ઉપર ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જ ટ્વીટ કરી અને ચિરંજીવીના નિધન ના સંચાર આપ્યા હતા તેમજ તેમને શોક પણ વ્યક્ત કર્યો હતો. ચિરંજીવીના ભાઈ અને ભત્રીજા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

આ સાથે જ ચિરંજીવી સર્જા અને એક્ટ્રેસ મેઘના રાજના લગ્નની તસ્વીર વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, ચિરંજીવી સર્જાની પત્ની અને એક્ટ્રેસ મેઘના રાજ ગર્ભવતી છે.

 

View this post on Instagram

 

A post shared by Cinema Scope Official (@cinema_scope_official) on

જે તસ્વીરો સામે આવી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, રડી-રડીને ખરાબ હાલ થઇ ગયા છે. તેઓના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. બંનેના લગ્ન 2 મે 2018 ના રોજ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Classy Captures (@classycaptures_official) on

કન્નડ અભિનેતા ચિરંજીવી સરજા અને મેઘના રાજે પણ કેથોલિક રિવાજો સાથે લગ્ન કર્યા પછી હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. મેઘના રાજ અને ચિરંજીવી સરજાની 10 વર્ષની મિત્રતા હતી.

Image source

પરંતુ જ્યારે આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈતે ખબર પડી ના હતી. લગ્નમાં મેઘના અને ચિરંજીવીના પરિવાર ઉપરાંત ખાસ સબંધીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Image source

બાળ કલાકાર થિયેટર તરીકે મેઘના રાજે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

ફિલ્મ પરિવાર સાથે સંકળાયેલા ચિરંજીવીએ 2009 માં કન્નડ ફિલ્મ ‘વાયુપુત્ર’ થી શરૂઆત કરી હતી. તેની કારકિર્દીમાં તેણે કુલ 22 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.