એક વાર ફરીથી શરૂ થયેલો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જો કે શો ની ટીઆરપી અન્ય શો ની તુલનામાં ઘણી ઓછી છે. છતાં પણ ધ કપિલ શર્મા શો ને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. દરેક અઠવાડિયે આ શો માં કપિલ શર્મા નવી નવી થીમની સાથે જોવા મળે છે જે આવનારા ગેસ્ટને પણ ખુબ પસંદ આવે આવે છે. જણાવી દઈએ કે આ સીઝનમાં કૃષ્ણા અભિષેક પણ પોતાના એક નવા જ કિરદારમાં જોવા મળી રહ્યા છે.નવી સીઝનના 50 થી પણ વધારે એપિસોડ પ્રસારિત થઇ ચુક્યા છે, જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શો ના પ્રોડ્યુસર અભિનેતા સલમાન ખાન છે.
View this post on Instagram
આ સિવાય સુપર કોમેડિયન ભારતી સિંહ પણ આ સીઝનમાં પોતાની દમદાર કોમેડી કરતી દેખાઈ રહી છે.ધ કપિલ શર્માના દરેક કિરદારોનો અભિનય અને કોમેડી દર્શકોને ખુબ પસંદમાં આવી રહ્યા છે.પછી તે ચન્દુ ચા વાળો હોય કે પછી મસાજ વુમેન સપના હોય.
દરેક એપિસોડમાં અવનવી થીમ લાવનારા કપિલ શર્મા શો માં ગયા અઠવાડિયે એક નવા જ કિરદારની એન્ટ્રી જોવા મળી હતી.કપિલ શર્મા શો માં જુડવા બહેનોને લીધે કપિલ પોતે જ ચોંકી ગયા હતા અને કન્ફ્યુઝ થઇ ગયા હતા. કેમ કે બંને હૂબહૂ એક સરખી જ દેખાતી હતી. જણાવી દઈએ કે દિલ્લીની રહેનારી આ જુડવા બહેનો ચિંકી અને મિંકી છે.
ચિંકી અને મિંકીના શો માં આવતા જ કપિલ શર્માની સાથે સાથે દર્શકો પણ હેરાન રહી ગયા હતા કે આખરે આ જુડવા બહેનો કોણ છે? જણાવી દઈએ કે દિલ્લી ની રહેનારી ચિંકી અને મિંકીનું સાચું નામ સુરભી અને સમૃદ્ધિ મેહરા છે.બંને પોતાની સ્ટાઇલ અને ફેશનને લીધે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે.
અમૃદ્ધિ અને સુરભીએ ચિંકી અને મિંકીના નામ પર જ ટીક-ટોક પર ખુબ લોકપ્રિયતા મેળવી છે.બંને બહેનો ટીક-ટોક ની સુપરસ્ટારથી ઓછી નથી. શનિવાર અને રવિવારના કપિલ શર્મા શો માં બંનેને જોવામાં આવી હતી. હાલ તો જો કે બંનેને અમુક સમય માટે જ શો માં એન્ટ્રી મળી હતી પણ તેમણે દર્શકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા ચોક્કસ બનાવી લીધી છે.
પહેલા જ દિવસે ચિંકી અને મિંકીના ના કોમેડી ભર્યા કિરદારને અર્ચના પૂરણસિંહે સ્ટેન્ડિંગ ઓવેશન આવ્યું હતું.કપિલ શર્મા શો માં આવ્યા પછી બંનેની ફૈન ફોલોઇંગમાં પણ લગાતાર વધારો થતો જઈ રહ્યો છે.
જણાવી દઈએ કે સુરભી અને સમૃદ્ધિ બંન્ને એક સરખી જ દેખાય છે અને બંને હેર સ્ટાઈલથી માંડીને ડ્રેસ પણ એક સરખા જ પહેરે છે.કપિલ શર્મા શો માં આવતા પહેલા બંન્ને ઘણી બ્રાન્ડ માટે મોડેલિંગ પણ કરી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks