ખબર

ચીની વૈજ્ઞાનિકે જણાવ્યું કે ચીનની સરકારી લેબમાં જ બનાવવામાં આવ્યો હતો કોરોના વાયરસ

કોરોના વાયરસનું ઉદગમ સ્થાન ચીન છે, અને આજે દુનિયાભરમાં એક વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે, કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા છે તો લાખો લોકો પોતાનો જીવ પણ ખોઈ બેઠા છે. છેલ્લા કેટલાય સમયથી ચીન ઉપર આરોપો લાગતા રહ્યા છે ત્યારે હવે ચીનની જ એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ચીનની સરકારી લેબમાં જ કોરોના વાયરસ બનાવવામાં આવ્યો હતો. જ્યારબાદ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.

Image Source

ચીની વાયરોલોજિસ્ટ ડો. લી-મેંગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસને એક સરકારી નિયંત્રણ વાળી પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની પાસે તેના આ દાવાને સાબિત કરવાનું વૈજ્ઞાનિક પ્રમાણ છે.

Image Source

બ્રિટિશ ટોક શો “લૂજ વુમન” સાથે એક વિશેષ વાતચીત દરમિયાન વૈજ્ઞાનિક ડો. લી-મેંગ દ્વારા કહેવામાં આવ્યું કે તેને વુહાનમાં “ન્યુ નિમોનિયા”ની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને પોતાની તપાસ દરમિયાન કોરોના વાયરસ વિશે એક કવર અપ ઓપરેશનની પણ તપાસ કરી.

Image Source

તે તેના સુપરવાઈઝરને ચીની સરકાર અને ડબ્લ્યુએચઓના તરફથી યોગ્ય કામ કરવાની આશા કરી રહી હતી. પરંતુ તેને ખુબ જ આશ્ચર્ય ત્યારે થયું જયારે, તેને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું અને આમ નહિ કરવા ઉપર તેને ગાયબ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. વાયરોલોજિસ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ચીનમાં વૈજ્ઞાનિકોને ગાયબ કરી દેવા સામાન્ય બાબત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.