આપણે સૌ જાણીએ છીંકે કોરોના વાયરસ ચીનમાંથી બહાર આવ્યો છે. અને ઘણા દેશો વાયરસ વિશેની માહિતી છુપાવવા માટે ચીન ઉપર આરોપો લગાવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે એક ચીની વૈજ્ઞાનિકે મોટો ખુલાસો કર્યો છે. તેને કહ્યું છે કે કોરોના વાયરસ વિશે દુનિયાને જણાવવામાં આવ્યું એના ઘણા પહેલાથી ચીનને વાયરસ વિશે ખબર છે.

આ સમગ્ર મામલાની જાણકારી આપતા વૈજ્ઞાનિક ડૉ. લી મેન્ગ યાન નું કહેવું છે કે સુપરવાઈઝરે તેમના રિસર્ચને પણ નજર અંદાઝ કરી દીધું હતું, આ રિસર્ચથી લોકોનું જીવન બચી શકાતું હતું. એરપોલ 2020માં છેલ્લે લી મેંગ યાં હોંગ કૉન્ગથી ભાગીને અમેરિકા ચાલી ગઈ, લી મેન્ગ હોંગકોંગની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઇમ્યુનોલોજી એક્ષ્ત્ર રહી ચુકી છે.

લીએ જણાવ્યું હતું કે કેમ્પસમાંથી નીકળતા સમયે તેને ખુબ જ સાવધાની રાખી જેના કારણે સેન્સર અને કેમેરાની નજરથી બચી શકે, કારણ કે તેને દર હતો કે જો તે પકડાઈ જશે તો જેલમાં નાખી દેવામાં આવશે કે પછી ગાયબ કરી દેવામાં આવશે.
એક અમેરિકી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે ચીનની સરકાર તેની પ્રતિષ્ઠાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેને ચૂપ કરાવવા માટે સાઇબર એટેક કરાવવામાં આવી રહ્યા છે. હાલમાં તે કોઈ અજ્ઞાત સ્થાન ઉપર રહી રહી છે.

લીએ આગળ જણાવતા કહ્યું કે: “તેને પોતાનું જીવન ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે. તેને ડર છે કે તે હવે ક્યારેય પોતાના ઘરે પાછી નહિ ફરી શકે. તેને એમ પણ જણાવ્યું કે જો કોરોના સાથે જોડાયેલી હકીકત તે ચીનમાં જણાવતી તો તેને ગાયબ કરીને મારી નાખવામાં આવતી.
લી યાને એવો પણ દાવો કર્યો છે કે તે દુનિયાના ખાસ વૈજ્ઞાનિકોની ટીમમાં જોડાયેલી હતી જેને સૌથી પહેલા કોરોના વાયરસ ઉપર આભ્યાસ કર્યો હતો. તેને કહ્યું કે ચીને ડિસેમ્બર 2019માં હોંગકોંગના એક્સપર્ટને પણ કોરોના ઉપ્પર રિસર્ચ કરવા માટે રોકી દીધા હતા. ત્યારબાદ તેમને પોતાના ઓળખીતાઓ દ્વારા કોરોનાની માહિતી મેળવી હતી.

ચીનમાં જ અભયસ કરીને મોટી થેયલી લી યાનને ચીનના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના વૈજ્ઞાનિકે 31 ડિસેમ્બર 2019ના રોજ જણાવી દીધું હતું કે કોરોના માણસથી માણસમાં ફેલાય છે. પરંતુ ત્યાં સુધી ચીનને WHO અને દુનિયાને આ જાણકારી નહોતી આપી.
લી યાને કહ્યું હતું કે કોરોનાના મામલા સામે આવ્યા પછી શરૂઆતમાં ચીનના મોટાભાગના ડોકટરો કહેવા લાગ્યા અમે આના વિષે વાત નહિ કરી શકીએ. અમારે માસ્ક પહેરવાની જરૂરિયાત છે. ઘણા દર્દીઓની સમય ઉપર તપાસ કરવામાં નહોતી આવી અને સમય ઉપર ઈલાજ પણ કરવામાં નહોતો આવ્યો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.