આગળના ઘણા સમયથી ચીન અનવની ટૅક્નોલીજીનો આવિષ્કાર કરતા આવ્યા છે. એવામાં એકવાર ફરીથી ચીન દ્વારા અનોખી ટેક્નોલોજીના ચશ્માંની શોધ કરવામાં આવી છે. આજે આ ચશ્માં પુરી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે.

આ ચશ્માં કોઈ સામાન્ય ચશ્માં નહીં પણ હાઈ-ટેક ચશ્માં ચશમા છે. આ ચશ્માં દ્વારા શંકાશીલ વ્યક્તિના આરોપ કે અન્ય માહિતીઓ વિશે જાણી શકાય છે જેમ કે નામ, સરમાનું, જાતિ વગેરે. ચશ્માંના આવા ગુણધર્મને લીધે ચીનમાં આ ચશ્માં પોલીસકર્મીઓને જ પહેરવા માટે આપવા આવ્યા છે. આવો તો તમને જણાવીએ આ અનોખા ચશ્માંની ખાસિયત.

મળેલી જાણકારીના આધારે ચીને સુરક્ષા માટે અને અપરાધના નિવારણ માટે કડક વ્યવસ્થા કરી છે, જેના માટે ચીનના પોલીસ આ આધુનિક ટેક્નોલોજી યુક્ત ચશ્માંનો ઉપોયગ કરી રહ્યા છે. ચાઈનાએ પોતાના પોલીસ જવાનોને સર્વિલાન્સ કેમેરા વાળા એવા ચશ્માં આપ્યા છે જે હાઈટેક ફેસ રિકોગ્નીશેન ટેક્નોલોજીથી યુક્ત છે. આ ચશ્માંની મદદથી પોલીસ ખુબ સહેલાઈથી કોઈપણ શંકાશીલ કે અપરાધીને ઓળખી શકે છે અને તેની ધરપકડ કરી શકે છે.

જણાવી દઈએ કે ચીન આ સમયે દુનિયામાં ફેશિયલ રિકોગ્નીશન ટેક્નોલોજીની બાબતમાં નંબર એક પર પહોંચી ગયું છે. આ ટેક્નોલોજીની મદદથી પોલીસ કર્મીઓએ ભરી ભીડમાં 7 અપરાધીઓને ઓળખી લીધા હતા અને તેની તરતજ ધરપકડ પણ કરી લીધી હતી.

કેવી રીતે કામ કરે છે આ ચશ્માં?:
ચશ્માં કોમ્પ્યુટર સાથે અને અપરાધીઓના દરેક ડેટા સાથે જોડાયેલા હોય છે. આ સ્માર્ટ ચશ્માં ઘણા હદ સુધી ગુગલ ગ્લાસની ટેક્નિકના સમાન છે. જેમાં લાગેલો હાઈ ડીફિનિશન કેમેરો જે સામે વાળા વ્યકિને જોવે છે અને તેના ચેહરાને સ્કેન કરે છે. ચીનના સેન્ટ્રલ ડેટાબેઝમાં આરોપીઓનો રેકોર્ડ રાખવામાં આવે છે.

આ કેમેરાને વાયરલેસ ચીપની મદદથી ચાઈના પોલીસના સેન્ટ્રલ કોમ્પ્યુટર ડેટાબેઝ સાથે જોડવામાં આવેલા હોય છે જેથી ચશ્માં દ્વારા જોવામાં આવી રહેલા કોઈપણ વ્યક્તિના ચેહરાના ડેટાબેઝ સાથે મેળવીને તેની સાચી ઓળખ કરી શકાય અને તેની સાથે જોડાયેલી દરેક ઉપલબ્ધ જાણકારી કે તેના અપરાધો વિશેની પુરી માહિતી મેળવી શકાય.

તસ્વીરમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસ કર્મીએ કાળા રંગના ચશ્માં પહેરી રાખ્યા છે જેની જમણી બાજુએ નાનો એવો કેમેરો લાગેલો છે. કેમેરો મોબાઈલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સંહે જોડાયેલો હોય છે. ચીની રિપોર્ટના અનુસાર આ કેમરો વ્યક્તિની તસ્વીર લઈને ચીન સેન્ટ્રેલ ડેટાબેઝને મોકલે છે અને જો આ તસ્વીર સેન્ટ્રલ ડેટાબેઝના અપરાધિક રેકોર્ડ સાથે મેચ થઇ જાય તો અમુક જ સેકંડમાં આ વ્યક્તિની દરેક જાણકારી આ મોબાઈલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં દેખાય છે.

તમે વિચારી રહયા હોવ કે આ સિસ્ટમાં માં તો ખુબ વાર લાગતી હશે પણ એવું બિલકુલ પણ નથી કેમ કે આ સિસ્ટમ તાત્કાલિક રિયલટાઈમ માં જ લોકોના ચેહરાને સ્કેન કરીને સેન્ટ્રલ ડેટાબેઝ સાથે તેને લિંક કરી દે છે, અને ફેસ રિકોગ્નીશેન ટેક્નોલોજી દ્વારા તરત જ તેને ઓળખીને ધરપકડ કરવાનો પૂરો પ્રોગ્રામ ફાઇનલ કરી નાખે છે.

ચીન હવે ધીમે ધીમે પુરા દેશમાં આવા હાઈટેક ચશ્માંની મદદથી પોલીસની ક્ષમતાને અનેક ગણી વધારમાં લાગી ગઈ છે. જેથી ત્યાં ખુલ્લેઆમ ફરી રહેલા કોઈપણ આરોપીને ઓળખીને તરત જ પકડી લેવામાં આવે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.