અજબગજબ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે એવી ટ્રીક અપનાવી કે તમને વાંચીને ગભરામણ થશે

ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા ઘુસણખોરો કંઈપણ કરવા તૈયાર છે. પહેલા ઘણી વખત, ટ્રાન્સપોર્ટરની મદદથી ઘુસણખોરો મેક્સિકોની સરહદ દ્વારા અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી ચુક્યા છે. પરંતુ આ વખતે કેટલાક ચીની નાગરિકોએ અમેરિકામાં ઘૂસણખોરી માટે ખૂબ જ અતરંગી રીત અપનાવી. જો કે અમરિકાના અધિકારીઓએ તેમને ગેરકાયદે ઘુસતા પકડી પડયા હતા.

વાસ્તવમાં, મેક્સિકોની સરહદ પર જ્યારે પોલીસે એક કન્ટેનર રોકીને તેની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કન્ટેનરની અંદર વોશિંગ મશીન અને ફર્નિચર ભરેલા હતા. પોલીસે જયારે વોશિંગ મશીનનું ઢાંકણું ખોલ્યું ત્યારે તેમને જે દેખાયું એને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વોશિંગ મશીન અને ફર્નિચરની અંદર માણસો હતા. એવું જણાવવામાં આવ્યું કે તે બધા ચીનના નાગરિક છે.

Image Source

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક ચીની નાગરિકો મેક્સિકોની સરહદથી અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી રહયા હતા. આ બધા જ ઘરની વસ્તુઓમાં છુપાયેલા હતા, જેમ કે વોશર, ડ્રેસર અને ફર્નિચર. અમેરિકા-મેક્સિકોની સરહદથી 11 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી. માહિતી અનુસાર, જયારે એક કન્ટેનર મેક્સિકોથી અમેરિકા તરફ જઇ રહ્યું હતું, ત્યારે પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે કન્ટેનરને રોકીને તેની તલાશી શરૂ કરી હતી.

તપાસમાં ખબર પડી કે ટ્રકની અંદર વોશિંગ મશીન અને ફર્નિચર રાખવામાં આવ્યું છે. જ્યારે આ ફર્નિચર અને વોશિંગ મશીનની તપાસ કરવામાં આવી, ત્યારે તેમને 11 ચીની ઇમિગ્રન્ટ્સ વિવિધ ફર્નિચરના ટુકડાઓની અંદર છુપાયેલા જોવા મળ્યાં. મેક્સિકો પોલીસે તમામ નાગરિકો અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી.

Image Source

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘૂસણખોરી કરતા લોકોમાં એક પણ વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ ન હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તેમના ઉપર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે અને ઇમિગ્રેશન કાર્યવાહી માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

સાથે 42 વર્ષીય ટ્રક ડ્રાઇવર જે અમેરિકન નાગરિક છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડ્રાઇવરને સાન ડિએગોમાં મેટ્રોપોલિટન સુધારણા કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો. જો કે તેની સામે ફરિયાદ નોંધાઈ નથી અને તેની પર લગાવવામાં આવેલા કોઈ પણ મામલાનો ખુલાસો થયો નથી.

Image Source

જણાવી દઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે ચીનના નાગરિકોને અમેરિકાના વિઝા મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે અમેરિકાએ ચીનના શિજિયાંગ પ્રાંતમાં ચીનના અધિકારીઓ પર પણ વિઝાને લઈને પ્રતિબંધ મૂકી દીધો છે.

આ પહેલા પણ નવેમ્બરમાં અમેરિકાના અધિકારીઓએ મેક્સિકો સરહદથી પાંચ ભારતીયોની ધરપકડ કરી હતી. તેમને પણ કન્ટેનરની અંદર છુપાયા હોવા દરમ્યાન પકડવામાં આવ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે આ ટ્રકને પણ અમેરિકન નાગરિક ચલાવી રહ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.