ખબર

મા માટે દવા લેવા ગયો હતો મૉલ, ઇનામમાં જીતી ગયો લક્ઝરી કાર

ક્યારેક કયારેક માણસનું નસીબ ખૂબ જ જોર કરતુ હોય છે અને તેમની સાથે કોઈ ખૂબ જ સારી ઘટના બની જાય છે. આવું જ કઈંક થયું દુબઈમાં રહેતા ચાઇનીઝ મૂળના વ્યક્તિ રુઇ ગુઓ સાથે. તે દુબઈમાં નવા ખુલેલા મૉલમાં તેની મા માટે દવાઓ લેવા ગયો હતો અને જયારે ત્યાંથી બહાર નીકળ્યો ત્યારે તેની પાસે એક નવી મોંઘીદાટ લક્ઝરી કાર હતી.

એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે રુઇ ગુઓએ આ નવા ખુલેલા નખીલ મૉલમાં પ્રમોશન માટે મૂકવામાં આવેલા 10 લાખ દિરહામના ઇનામોમાંથી કાર જીત્યો હતો. મૉલમાં પ્રચાર માટે ઘણા ઇનામો મુકવામા આવ્યા હતા. જયારે ગુઓએ દવા ખરીદી હતી, ત્યારે બિલની રકમ વધુ હોવાના કારણે તેનું નામ લકી ડ્રોમાં ઉમેરવામાં આવ્યું અને ઇનામમાં એક નવી લક્ઝરી કાર મસેરાટી હતી.

રુઇ ગુઓ છેલ્લા 15 વર્ષથી દુબઇમાં રહે છે. તેણે કહ્યું કે ‘હું મારી માતા માટે દવા ખરીદવા ગયો હતો. જ્યારે મને ખબર પડી કે મેં મસેરાટી કાર જીતી લીધી છે, ત્યારે હું આનંદ થયો અને ભાવનાત્મક રૂપે અભિભૂત થઈ ગયો. આ મેં અત્યાર સુધીનું સૌથી અવિશ્વસનીય ઇનામ જીત્યું છે. હું ચોક્કસપણે ફરીથી મોલમાં જવા માંગીશ.’

પામ જુમેરાહ સ્થિત નવા ખુલેલા મૉલમાં 250 દિરહામથી વધુ ખર્ચ કરતા દરેક ખરીદનાર માટે સેંકડો ઇનામો રાખવામાં આવ્યા હતા. તેમાં મસેરાટીનો પણ સમાવેશ હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.