ખબર

છેલ્લાં 5 વર્ષથી ભાઈની સારવાર માટે રૂપિયા બચાવવા અનાથ બહેન રોજ 20 રૂપિયામાં…જાણો સમગ્ર મામલો

ચીનમાં એક યુવતી છેલ્લા પાંચ વર્ષથી ભાત અને મરચા ખાઈને જીવન વિતાવતી હતી. છેલ્લા પાંચ વર્ષથી શરીરમાં સરખું પોષણ ન મળવાને કારણે એ યુવતી કુપોષણનો શિકાર બની હતી. ચીનમાં રહેતી એ યુવતીનું નામ છે વુ હુયાન. એની ઉંમર ફક્ત 24 વર્ષની છે.

image source

જયારે એ ચાર વર્ષની હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. સ્કૂલકાળ દરમિયાન તેને તેના પિતાને પણ ગુમાવ્યા હતા. માતા-પિતાના મૃત્યુ પછી તેને અને તેના ભાઈને તેના દાદા-દાદી અને અંકલ આંટીએ સાંભળ્યા હતા.એ લોકો તેમને 300 યુઆન એટલે કે લગભગ 2900 રૂપિયા પ્રતિ મહિને આપતા.

વુ હુયાનનો ભાઈ માનસિક રૂપે બીમાર છે અને તેનો ઈલાજ બાળપણથી ચાલી રહ્યો છે.તેના ઈલાજ અને ભણવાના ખર્ચ બાદ તેની પાસે ફક્ત 2 યુઆન એટલે કે 20 રૂપિયા બચતા. એટલા માટી યુવતી છેલ્લા પાંચ વર્ષ કે એનાથી વધારે સમયથી ફક્ત ભાત અને મરચા ખાઈને જીવી રહી છે.

image source

બે જોબ સાથે આજે ભણતી આ યુવતીનો વજન 24 વર્ષની ઉંમરે ફક્ત 20 કિલો છે. આ મહિનાની શરૂઆતમાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ઈલાજ માટે જયારે હોસ્પિટલે પહોંચી તો ડોકટરે જણાવ્યું કે તે કુપોષણનો શિકાર બની છે. ઘણા વર્ષો સુધી ઓછું ખાવાથી તેને પૂરતા વિટામિન્સ મળ્યા નથી અને તેને કારણે તેના હ્ર્દય અને કિડની પર ખુબ ખરાબ અસર પડી છે.

image source

આ વાતની માહિતી જયારે થોડા લોકોએ સોશિયલ મીડિયામાં નાખી તો તેની મદદ કરવાવાળા લોકોની લાઈન લાગી ગઈ. એના કોલેજના સહ વિદ્યાર્થીઓ અને બીજા લોકોની મદદ થી તેને 8લાખ યુઆન એટલે કે લગભગ 80 લાખ રૂપિયા જેટલી મદદ મળી હતી.

એ યુવતી અને તેનો ભાઈ ચીનના ગ્વીઝૂ ગામના રહેવાસી છે. આ ગામ ચીનના સૌથી ગરીબ ગામોમાંથી એક છે.  ચીનની સરકાર તરફથી 300થી 700 યુઆન જેટલી મદદ એ છોકરીને આપવામાં આવશે તેમજ પ્રતિ વર્ષ 20 હજાર યુઆન જેટલું ઇમરજન્સી ફંડ પણ એ યુવતીને મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.