ખબર

વૉટરપાર્કમાં વેવ મશીનમાંથી નીકળતા મોજા બન્યા સુનામી, ઘાયલ થયા 44 લોકો – જુઓ વિડીયો

ચીનના શુઈયાન વોટરપાર્કમાં એક વેવ મશીનમાં ખરાબી આવી જવાના કારણે સુનામી જેવી મોટી લહેર પેદા થઇ જેની ઝપેટમાં આવીને 44 લોકો ઘાયલ થઇ ગયા. રવિવારના રોજ આ દુર્ઘટના ઘટી હતી. વોટરપાર્કના જણાવ્યા અનુસાર, આ મશીન સરખી રીતે કામ કરી રહી ન હતી. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો કહી રહયા છે કે મશીન ચલાવનાર નશામાં હતો. પણ એ ખોટું છે, એ નશામાં ન હતો. મશીનમાં ટેક્નિકલ ખરાબી સર્જાઈ હતી.

Image Source

મશીનમાંથી 10 ફુટ ઊંચી લહેર ઉઠી અને 9 લોકોને બહાર ફેંકી દીધા જયારે આ ઘટનામાં કુલ 44 લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘણા લોકોના હાથ-પગ તૂટવાની ખબર આવી છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે મશીનથી મોજા મોટા થતા ગયા અને જે લોકો મસ્તીના મૂડમાં હતા એ લોકો ચીસો પાડવા લાગ્યા. જયારે કેટલાક લોકો વેવ મોટા થતા જ પૂલમાંથી બહાર આવી ગયા. કેટલાક લોકો પૂલમાંથી બહાર કૂદી ગયા, તો એક મહિલાને મોજાએ બહાર ફેંકી, જેની ઘૂંટણોમાંથી લોહી નીકળવા લાગ્યું.

ઘટના બાદ વોટરપાર્ક બંધ કરી દેવામાં આવ્યું છે, અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks