રન-વે ઉપરથી લપસી ગયું વિમાન અને પછી લાગી એવી ભીષણ આગ કે 25 લોકો આગમાં જ… જુઓ વીડિયો

ફ્લાઈટમાં બેસતા પહેલા ચેતી જજો : 113 મુસાફર અને 9 ક્રૂ મેમ્બરને લઇ જઈ રહેલા વિમાનમાં અચાનક લાગી આગ, ઘટનાના વીડિયો જોઈને હચમચી જશો

દુનિયાભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે, એરપોર્ટ ઉપર પણ ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. ક્યારેક પ્લેન ટેક ઓફ કરવા સમયે તો ક્યારેક લેન્ડિંગ દરમિયાન કોઈ દુર્ઘટનાનો શિકાર બનતું હોય છે અને આવા અકસ્માતમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.

ત્યારે હાલ એક એવા જ અકસ્માતની ઘટના સામે આવી છે. ચીનના એરપોર્ટ પર રનવે પરથી તિબેટ એરલાઈન્સનું વિમાન સરકી ગયા બાદ આગ લાગી હતી, પરંતુ તમામ મુસાફરો અને ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન, 113 મુસાફરો અને નવ ક્રૂને લઈને દક્ષિણ-પશ્ચિમ શહેર ચોંગકિંગથી તિબેટના નિંગચી જઈ રહ્યું હતું.

ઘટના ચીનના દક્ષિણ પશ્ચિમમાં આવેલા ચોંગકિંગ શહેરની છે. ગુરુવારે અહીંના રનવે પર તિબેટ એરલાઈન્સનું વિમાન લેન્ડ થયું ત્યારે આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. સરકારી ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તિબેટ જવાના વિમાનમાં 113 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર સવાર હતા. તમામને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. રાજ્ય સંચાલિત ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN)ના સમાચાર અનુસાર, જાનહાનિનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલ એક વિડિયોમાં ચોંગકિંગ જિઆંગબેઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તિબેટ એરલાઇન્સના પ્લેનની આગળથી જ્વાળાઓ અને કાળો ધુમાડો નીકળતો દેખાય છે, હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે. લોકો અરાજકતામાં પાછલા દરવાજેથી પ્લેનમાંથી બહાર નીકળતા જોવા મળે છે.

Niraj Patel