ખબર

ચાઈનાએ લાજવાને બદલે આખી દુનિયાને ખુલ્લી ધમકી આપતા કહ્યું – આ કોરોના તો ટ્રેલર હજી…

અમેરિકા તરફથી લગાતાર વહી રહેલા દબાવને કારણે ચીને આખી દુનિયાને નુકસાન પહોચાડવાની ધમકી આપી છે. મંગળવારેચીની સરકાર સંચાલિત અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે યુએસ તમામ મોટા દેશોને ચીન સામે ઉશ્કેરાવી રહ્યું છે બધા દેશને તરફેણ કરી રહ્યું છે.આની વિપરીત અસર પડશે.

Image Source

ચીનના અગ્રણી અંગ્રેજી અખબારે કહ્યું હતું કે અમેરિકાનો પ્રભાવ વધી રહ્યો છે અને વિશ્વને તેનું પરિણામ ભોગવવું પડશે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા તે દેશોને ટેકો આપી રહ્યું છે જેની સાથે ચીન સાથેના ક્ષેત્રીય વિવાદો રહ્યા છે. અમેરિકા પશ્ચિમી દેશો તેમજ એશિયન દેશોને ચીનનો વિરોધ કરવા ઉશ્કેરણી કરી રહ્યું છે.

Image source

ચાઇનીઝ અખબારે જણાવ્યું હતું કે ચીનનું બજાર યુ.એસ. જેટલું છે. ચીનના લગભગ 100 દેશો સાથે વ્યાપારિક સંબંધો છે. પરંતુ યુએસ આ સંબંધોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી દુનિયાને લાંબા સમય સુધી કિંમત ચુકાવવી પડશે.

Image source

તે સંપાદકીયમાં વધુ લખ્યું હતું કે, વિશ્વને લાંબા સમય સુધી આનો ભોગ બનવું પડશે. હાલમાં કોવિડ -19 રોગચાળો ચાલી રહ્યો છે તે ખાલી ટ્રેલર છે. રોગચાળો વધવા છતાં યુ.એસ.એ આંતરરાષ્ટ્રીય સહયોગ બંધ કરી દીધો છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે એવું લાગે છે કે ભૌગોલિક રાજકીય સંઘર્ષ હવે પાછલા સ્થાને જઈ શકશે નહીં. અમેરિકા ચીન સામે મોટી ચાલ કરી રહ્યું છે. આ આવનારા દિવસોમાં નફરત વધારી શકે છે અને યુદ્ધનું જોખમ પેદા કરી શકે છે, તેનાથી ઘણા દેશોને મોટું નુકસાન થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.