ખબર

ચીન ઉઇગર મુસ્લિમોને બાળકોને જન્મ આપતા આવી રીતે રોકે છે, રુવાડા ઉભા થઇ જશે

દેશમાં મુસ્લિમ વસ્તી ઘટાડવા માટે ચીની સરકારે ઉઇગર અને અન્ય લઘુમતી સમુદાયોના જન્મ દરને નિયંત્રિત કરી રહી છે. એક તરફ મુસ્લિમ બાળકોને જન્મ લેતા અટકાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ હાન દેશમાં બહુમતીને વધુ બાળકો રાખવા માટે પ્રોત્સાન આપી રહ્યા છે.

Image Source

સરકારી આંકડા, રાજ્યના દસ્તાવેજો અને અટકાયત કેન્દ્રમાં અગાઉ રાખવામાં આવેલા 30 લોકો, તેમના પરિવારના સભ્યો અને અટકાયત કેન્દ્રના ભૂતપૂર્વ મેનેજર સાથેની મુલાકાતો પર આધારિત તપાસ મુજબ, કેટલીક મહિલાઓએ પહેલા બળજબરીથી ગર્ભનિરોધક વિશે કહેવામાં આવતું હતું, પરંતુ આ વલણ પહેલા કરતા ઘણા મોટા પાયે અને આયોજિત રીતે શરૂ થયું છે.

કેટલાક નિષ્ણાતો શિનજિયાંગમાં દૂરના પશ્ચિમ વિસ્તારમાં આ અભિયાનને કોઈ રીતે “વસ્તી વિષયક હત્યાકાંડ” ગણાવી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે પ્રાંત લઘુમતી સમુદાયોની મહિલાઓને નિયમિતપણે ગર્ભાવસ્થા તપાસ કરાવવા માટે કહે છે, લાખો મહિલાઓની નસબંધી અને ગર્ભપાત કરાવવા ઉપરાંત ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ (આઈયુડી) લગાડવા માટે દબાણ કરે છે.

Image Source

જ્યારે આખા દેશમાં આઈયુડીનો ઉપયોગ અને વંધ્યીકરણમાં ઘટાડો થયો છે ત્યારે શિનજિયાંગમાં તેનો ઝડપથી વધારો થઇ રહ્યા છે. વસ્તી નિયંત્રણના આ પગલાં પર અટકાયત દ્વારા લોકો જન્મ દર નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવે છે. જન્મ દર નિયંત્રિત કરવામાં નિષ્ફળ થતા તેની સજા સ્વરૂપે, અટકાયત કેન્દ્રમાં મોકલવાની ધમકી આપવા આવે છે.

Image Sourceએક તપાસમાં જાણવા મળ્યુંકે વધુ બાળકો હોય તો એ લોકોને અટકાયત કેન્દ્રોમાં મોકલવાનું મોટું કારણ છે જ્યાં ત્રણ કે તેથી વધુ બાળકોના માતાપિતાને મોટો દંડ ચૂકવવામાં આવે ત્યાં સુધી તેમના પરિવારોથી અલગ રાખવામાં આવે છે. છુપાયેલા બાળકોની શોધખોળ માટે પોલીસે ઘરોમાં તલાશી પણ કરે છે. ગભરાયેલા માતાપિતાને ચેતવણી આપે છે કે જો બે કરતા વધારે બાળકો હોવાને કારણે તેઓ દંડ ભરશે નહીં તો તેઓને અટકાયત કેન્દ્રો પર મોકલવામાં આવશે. સરકાર ઘણી મહિલાઓને બીજા કે ત્રીજા બાળકના જન્મ પછી આઈયુડી કરાવવાનો આદેશ આપે છે.

Image Source

2015 થી 2018ની વચ્ચે, ઉઇગરની વસ્તીવાળા હોટન, કાશગર જેવા વિસ્તારોમાં જન્મ દર 60% કરતા વધુ ઘટ્યો છે. જન્મ નિયંત્રણ કાર્યક્રમોથી લોકોમાં આતંકનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.