ખબર

અમેરિકાએ હાથ ખેંચી લેતા WHO માટે ખજાનો ખોલશે ચાઈના, અરબ ડોલરની મદદ કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદોમાં રહેલી વિશ્વ આરોગ્ય સંગઠન ફંડિંગ રોકી દીધું છે. બાદ ચીને વિશ્વ આરોગ્ય સંગઠને મદદ કરવાનું એલાન કર્યું છે.

Image Source

ચીને કહ્યું હતું કે તે કોરોના વાયરસના વૈશ્વિક વિનાશનો સામનો કરવા ડબ્લ્યુએચઓને 3 કરોડ ડોલર દાન કરશે. અગાઉ ચીને ડબ્લ્યુએચઓને 2 કરોડ ડોલર આપ્યા હતા.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે, ચીને ડબ્લ્યુએચઓને વધુ 30 કરોડ ડોલર દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ અગાઉ આપેલી 2 કરોડ ડોલરની રકમથી અલગ હશે. તેનો હેતુ કોરોના વાયરસ સામેના વૈશ્વિક યુદ્ધમાં મદદ કરવા અને વિકાસશીલ દેશોની આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવાનો છે.

Image Source

તેમણે કહ્યું કે ચીનનું આ યોગદાન સંયુક્ત રાષ્ટ્રની એજન્સી પર ચીની સરકાર અને આપણા લોકોના વિશ્વાસને દર્શાવે છે. અગાઉ, ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસે બુધવારે કેટલાક યુએસ ધારાસભ્યોના રાજીનામાની માંગને અવગણતાં કહ્યું હતું કે તેમને આશા છે કે અમેરિકી તેમની એજન્સીને ભંડોળ રોકવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

Image Source

નોંધનીય છે કે, ચીને કેટલાક દિવસો પહેલા યુએસએ ડબ્લ્યુએચઓના ભંડોળ બંધ કરાવવાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના વાયરસ રોગચાળા સાથેના વ્યવહારમાં ડબ્લ્યુએચઓની ભૂમિકા પર સવાલ ઉઠાવતા યુ.એસ.એ નાણાં બંધ કરી દીધા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.