...
   

આકાશમાં દેખાવા લાગ્યા સાત સૂરજ? અચાનક થયેલી આ ઘટનાથી ચોંકી ગયા લોકો- જાણો એવું તો શું છે હકીકત

ચીનના ચેંગદુ શહેરમાં આકાશમાં 7 સૂર્ય જોવા મળ્યા. આ અદ્ભુત અને રહસ્યમય પ્રાકૃતિક ઘટના ચેંગદુના આકાશમાં બની હતી, જેમાં શહેર 7 સૂર્યથી રોશન થઇ ગયુ હતું. 18 ઓગસ્ટે લેવામાં આવેલો આ વીડિયો ચીનની સોશિયલ સાઈટ વીબો પર શેર કરવામાં આવ્યો હતો અને પછી તે દુનિયાભરમાં વાયરલ થઇ ગયો. આ વીડિયોમાં આકાશમાં 7 સૂર્ય જોઈ શકાય છે. આમાંથી એક વાદળોની પાછળ છે અને બાકીના બધામાં તીવ્રતા અને રંગનું તાપમાન અલગ અલગ છે.

લોકોને એક મિનિટ માટે આકાશમાં આ નજારો જોવા મળ્યો.ડિમ સન ડેલી એચકેનાએક રીપોર્ટ મુજબ, આ વીડિયો ચેંગદુના સ્થાનિક રહેવાસીએ કેમેરામાં કેદ કર્યો હતો. આ વ્યક્તિએ કહ્યું કે આકાશમાં આ રહસ્યમય દ્રશ્ય લગભગ 1 મિનિટ સુધી ચાલ્યું. તેના સિવાય બીજા ઘણા લોકોએ તેને જોયુ અને તેની તસવીરો પણ લીધી. આ ઘટના સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

આકાશમાં એક કરતાં વધુ સૂર્ય કેવી રીતે દેખાઈ શકે ? આના પર રિપોર્ટમાં કહે છે કે લાઇટ રિફ્લેક્શનમાં ઓપ્ટિકલ ઇલ્યુઝન આ ઘટનાનું કારણ બની છે. આકાશમાં વધારાના છ સૂર્ય આપણા સૌરમંડળમાં કોઈ જાદુ દ્વારા દેખાયા ન હતા, પરંતુ સ્તરીય કાચમાંથી પ્રકાશના વક્રીભવન અને પ્રતિબિંબને કારણે એક સરળ ઓપ્ટિકલ ભ્રમણા દેખાય છે.

આ માત્ર સ્તરીય કાચમાંથી પ્રકાશના વક્રીભવન અને પ્રતિબિંબને કારણે એક સરળ ઓપ્ટિકલ ભ્રમણા દેખાય છે. ખરેખર સાત સૂરજ નથી. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે .

Shah Jina