ખબર ખેલ જગત

દુનિયા લોકડાઉનમાં ફસાયેલી છે અને કોરોના વાયરસ ફેલાવનાર ચીન બનાવી રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

આખી દુનિયા જાને છે કે ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો છે અને તેના કારણે દુનિયાના મોટાભાગના દેશો તેની ચપેટમાં પણ આવ્યા છે અને જેના કારણે જન જીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ચીનની અંદર વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ બની રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.

Image Source

આ સ્ટેડિયમને પ્રોફેશનલ ક્લ્બ ગવાંગઝુ એવાર્ગ્રાન્ડે બનાવી રહ્યા છે. જેનો ખર્ચ લગભગ 13 હજાર કરોડ રૂપિયાયનો આવશે, આ સ્ટેડિયમની અંદર 1 લાખ લોકો બેસીને ફૂટબોલનો આનંદ માણી શકશે.

Image Source

ભારતમાં જયારે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે ત્યારે ચીનમાં સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાના સમાચાર સામે આવ્યા છે, જેનું કામ બુધવારના રોજ શરૂ પણ થઇ ગયું છે. આ સ્ટેડિયમ 2022 સુધી બનીને તૈયાર થઇ જશે.

Image Source

આ સ્ટેડિયમની અંદર 1 લાખ દર્શકોની બેસવાની વ્યવસ્થા સાથે 16 વીવીઆઈપી પ્રાઇવેટ રૂમ હશે, 152 વીઆઈપી પ્રાઇવેટ રૂમ, ફિફા એરિયા અને એથેલિત એરિયા હશે, તેના ગ્રાઉન્ડ બ્રેકીંગ કાર્યક્રમમાં 200થી વધુ ટ્રક બતાવવામાં આવ્યા હતા જે કામે લાગ્યા હતા.

Image Source

આ સ્ટેડિયમને કમળના ફૂલની માફક તૈયાર કરવામાં આવશે, ગ્વાન્ગજુને ફલાવર સીટી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આ સ્ટેડિયમને પણ કમળ આકારમાં બનાવવામાં આવી રહ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.