નવાજૂની કરવાના મૂડમાં ચીન! બનાવ્યો પોતાનો કૃત્રિમ સૂર્ય, જાણો હવે શું થશે

ચીન તેની અવનવી શોધ દ્વારા દર વખતે વિશ્વને ચોંકવાતુ રહે છે. એટલે જ ચીનને રહસ્યમય દેશ કહેવામાં આવે છે. ચીન તેના દેશમાં એવા એવા સંશોધન કરે છે જેના વિશે બહારની દુનિયાને ભાગ્યે જ ખબર હશે. પરંતુ આ વખતે ચીને જે વસ્તુ બનાવી છે તેને જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે. તમે કહેશો કે આ કેવી રીતે શક્ય છે.

ચીને પોતાનો કૃત્રિમ સુર્ય બનાવ્યો છે. પંરતુ આ અશક્ય કામને ચીને શક્ય બનાવ્યું છે. ચીને થોડા દિવસ પહેલા જ તેનું 1056 સુધી પરિક્ષણ કર્યું હતુ. આ સૂર્ય બેહિસાબ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ અંગે સામે આવેલા આંકડા અનુસાર આ કૃત્રિમ સુર્ય 10 કરોડ ડિગ્રી સેલ્સિયલ ગરમી પેદા કરે છે.

એક રિપોર્ટ અનુસાર ચીનનો આ સૂર્ય એક પરમાણુ સંલયન ટોકામક રિએક્ટર છે જે બેહિસાબ ગરમી ઉત્પન્ન કરે છે. તે વિશેષ ટોકામક રિએક્ટરને ઈએએસટી કહેવામાં આવે છે, જે એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપરકન્ડક્ટીંગ ટોકામક માટે છે. આ સૂર્ય ચીનના હેફેઈમાં આવેલો છે અને તેમણે મે મહિનામાં એક રેકોર્ડ પણ બનાવ્યો હતો, જ્યારે 216 મિલિયન ° F (120 મિલિયન ° C)ના તાપમાને 101 સકેન્ડ સુધી ચલાવ્યો હતો.

જણાવી દઈએ કે અન્ય પરમાણુ સંલયન એક્સપેરિંટ્સમાં એમઆઈટીના બિલ ગેટ્સ સમર્થિત અસપીએઆરસી (સ્પાર્ક ) અને દક્ષિણ કોરિયાની KSTAR પણ સામેલ છે. તેમણે તાજેતરમાં જ 30 સેકન્ડ માટે એક મિલિયન ડિગ્રી પર સુપર હોટ પ્લાઝ્મા બનાવી રાખવાનો રેકોર્ડ કર્યો હતો.

હવે સવાલ એ થાય કે ચીન આ કૃત્રિમ સૂર્યનું કરશે શું, તો મળતી માહિતી પ્રમાણે ચીને જે સૂ્ર્ય બનાવ્યો છે તે અસલી સૂર્ય કરતા 6 ગણી વધુ એનર્જી આપી શકે છે. ન્યૂક્લિયર ફ્યૂઝન દ્વારા તેમા એનર્જી ઉત્પન્ન થાય છે. હવે તેના ઉપયોગ વિશે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ચીન સૌથી વધુ વિજળીનો ઉપયોગ કરે છે, ખાસ કરીને રાત્રે જ્યારે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ ખુબ વધી જાય છે. ચીનનો આ અંગે એવો પ્લાન છે કે તેમના કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ દિવસ જેવો માહોલ રહે, જેના કારણે વિજળીની બચત થાય.

આ શોધ ન્યૂક્લિયર ફ્યૂઝનની પાછળના વિજ્ઞાનને સમજવા માટે કરવામાં આવી છે જેથી તેના પૃથ્વી પર ઉર્જાના નવા વિકલ્પનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી શકાય. આવનારા સમયમાં આ ટેકનિકથી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી શકાશે.

YC